અલી ઓ અંબા કેવા છે🙏નીચે લખેલો છે🙏માતાજીનો નવો ધમાકેદાર ગરબો🙏Vibha Yashwant Vora
Vibha Yashwant Vora Vibha Yashwant Vora
28.5K subscribers
6,813 views
142

 Published On Oct 4, 2024

નીચે લખેલું છે. : નવરાત્રી સ્પેશિયલ માતાજીનો નવો ગરબો


અલી ઓ અંબા કેવા છે
એ તો દીન દુખિયા ના બેલી છે
અલી ઓ અંબા એવા છે

એના દ્વારે પાંગળા આવે છે
એ તો પાંગળાને પગ આપે છે
મારા દુખડા હરી હરી જાય અંબા એવા છે

મારી અંબાને નવરંગ ચુંદડી છે
તારલીયા ટમટમ થાય અંબા એવા છે

અલી ઓ અંબા કેવા છે
એના દ્વારે આંધળા આવે છે
એ તો આંધળાને આંખો આપે છે
એના દર્શનથી પાવન થવાય અંબા એવા છે

અલી ઓ અંબા કેવા છે
મારી અંબાને હાથે ચૂડલો છે
કંકણનો છે રણકાર અંબા એવા છે

મારી માતાને નાકે નથણી છે
ટીલડીનો છે ચમકાર અંબા એવા છે

અલી ઓ અંબા કેવા છે
મારી માતાને પાયે ઝાંઝર છે
તેની ધૂધરીનો ધમકાર અંબા એવા છે

અલી ઓ અંબા કેવા છે
એના દ્વારે વાંઝીયા આવે છે.
એ તો વાંઝિયા નાં પારણા બંધાવે છે
એનાં પગલે પાવન થવાય અંબા એવા છે

અલી ઓ અંબા કેવા છે
મારી માતાને સિંહ પર સવારી છે
તેના હાથે ત્રિશૂળ શોભે અંબા એવા છે

અલી ઓ અંબા કેવા છે
મારી માતાને માથે ગરબો છે
દીવડા ઝગમગ થાય અંબા એવા છે

અલી ઓ અંબા કેવા છે
મા ને મંદિરીયે ભક્તો આવે છે
ગરબાની રમઝટ બોલાય અંબા એવા છે

એના દર્શનથી પાવન થવાય અંબા એવા છે
એ તો દીન દયાળું છે અંબા એવા છે
એના પગલે પાવન થવાય અંબા એવા છે

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

#અલીઓઅંબાકેવાછે
#નીચેલખેલુંછે
#માતાજીનોનવોધમાકેદારગરબો
#vibhayashwantvora
#aalioaambakevache
#nichelakheloche
#lakhansathe
#ગુજરાતીભજન
#gujaratibhajan
#gujaratigarbo
#ગુજરાતીગરબો
#lyricalvideo
#લખાણસાથે
#નવરાત્રીસ્પેશિયલગરબો૨૦૨૪
#navratrispecialgarbo2024
----------------------------------------------------------------------------------
My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏

હું તમને નવરાત્રી સ્પેશિયલ મા અંબા માતાનો નવો જ ગરબો સંભળાવી રહી છું...પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે

લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત

હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે.

show more

Share/Embed