કલોલના નામચીન એજન્ટની નવી ગેમ, ફેક પાસપોર્ટ પર લોકો પહોંચી રહ્યાં છે કેનેડા
I am Gujarat I am Gujarat
121K subscribers
6,440 views
82

 Published On Oct 9, 2024

મેક્સિકોવાળી લાઈનનું કામકાજ સાવ ઠંડુ પડી જતાં હવે ગુજરાતના એજન્ટો માટે પોતાનો ધંધો ચલાવવાનો એકમાત્ર સોર્સ કેનેડા બની રહ્યું છે. કેનેડાએ કહેવા ખાતર ભલે પોતાની વિઝા પોલિસી સ્ટ્રીક બનાવી હોય અને તેનો રિજેક્શન રેશિયો પણ વધ્યો હોય, પરંતુ જે લોકોને બેનંબરમાં વાયા કેનેડા થઈને અમેરિકા જવાનું છે તેમને આવા કોઈ કાયદા-કાનૂન નથી નડતાં અને એટલે જ છેલ્લા દોઢ-બે મહિનાથી ઘણા ગુજરાતીઓ કેનેડાવાળી લાઈનથી ત્રણ-ચાર દિવસમાં જ અમેરિકા પહોંચી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો કલોલમાં ઓફિસ ધરાવતો અને કડીમાં રહેતો એક નામચીન એજન્ટ હાલ નવી ગેમ લઈ આવ્યો છે જેમાં નકલી પાસપોર્ટ અને સંભવત: નકલી વિઝા સ્ટીકર પર લોકોને 70-75 લાખ રૂપિયામાં કેનેડા મોકલવામાં આવી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે કેનેડાએ જે લોકોના વિઝા તાજેતરના દિવસોમાં કેન્સલ કર્યા હતા તેમને પણ ફ્લાઈટમાં ચઢાવવાનું કામ શરૂ થઈ ગયું છે અને તેના માટે પણ એજન્ટો ભરપૂર રૂપિયા વેરી રહ્યા છે.

જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...

show more

Share/Embed