ll કીર્તન નીચે લખેલ છે 👇🙏અગિયારસ માંતા એ લીધુ ગાયનું રુપજો 🙏agiyaras mata ae lidhu gaynu roop jo
Devkurben mevasa Devkurben mevasa
96.7K subscribers
2,841,513 views
17K

 Published On Jul 4, 2021

અગિયારસ માતા એ લીધુ ગાયનું રૂપ જો...૨
કસોટી કરવાને પૃથ્વી લોકની...

પેહલી પરીક્ષા પંડિતજી ની લીધી જો..
જયને ઉગારે પંડિત આંગણે

સાંભળોને પંડિત ગાય ઉભી દ્વાર જો..
રોટલીના દાન તમે આપ જો..

ઘરમાંથી પંડિત એમ બોલા જો..
સાંભળજો ગાયમાતા મારી વાતને

મારા તે ઘરમાં રસોઈ નથી ત્યારજો
આશા રે કરજો બીજા ઘરની

અંતરની વાણી ગાયમાતા એમ બોલા જો
અંતરની વાણી સદા અમર રેહશે...

ખંભે ખડિયો ને હાથમા પોથી રેહશે જો
ભીક્ષા રે ઘર ઘરની કાયમ માંગજો...

અગિયારસ માતાએ લીધુ ગાયનું રૂપ જો
કસોટી કરવાને પૃથ્વી લોકની...

બીજી પરીક્ષા સિપાઈ ભાઈની લીધી જો
જયને ઉભા રે સિપાઈ આંગણે

સાંભળોને સિપાઈ ગાય ઉભી દ્વાર રે..
ભોજન રે પાણી ના દાન તમે આપજો..

ઘરમાંથી સિપાઈ એમ બોલા જો.
સાંભળો રે ગાયમાતા મારી વાત રે

મારા તે ઘરમાં રસોઈ નથી ત્યાર જો..
આશા રે કરજો બીજા ઘરની..

ગાયમાતા અંતરની વાણી બોલા જો.
અંતરની હાયુ રે સદા અમર રેહશે..

સિપાઈ તારે હાથ રહેશે હથિયાર જો.
હું દ્વારે ઉભી એમ તુ ઉભો રહીશ..

અગિયારસ માતાએ લીધુ ગાયનું રૂપ જો..
કસોટી કરવાને પૃથ્વી લોકની.

ત્રીજી પરીક્ષા સજ્જન માણસની લીધી જો..
જયને ઉભા રે ધર્મિને આંગણે..

સાંભળોને બેણું ગાયનો પોકાર જો.
ભોજન આપોને પેટ મારા ઠાર જો..

ઘરમાંથી ધર્મી એમ બોલા જો.
ગાયમાતા ઉભા રહો હું આવું છું..

અમારા ઘરે છપ્પન ભોગ ત્યાર જો.
ભાવેથી ભોજન તમે આરોગો..

ભોજન કરીને માતાએ આપીયા આશિષ જો.
કાયમ રે ભંડાર તારા ભરા રહેશે..
લક્ષ્મીજી નો વાસ તારે સદા રેહશે..

અગિયારસ માતાએ લીધુ ગાયનું રૂપ જો.
કસોટી કરવાને પૃથ્વી લોકની..
અરે માનવીયો અગિયારસ તુલસી પુંજ જો..
તુલસી રે પુંજવાથી વૈકુંઠ ઢૂકડુ...

જે સત્સંગી અગિયારસ મહિમા ગાશે જો.
તુલસી ને શાલિગ્રામ મોક્ષ એને આપ છે..

અગિયારસ માતાએ લીધુ ગાયનું રૂપ જો
કસોટી કરવાને પૃથ્વી લોકની...

show more

Share/Embed