રામ જેવા સ્વામી તોય સુખડા નો પામી આ સીતા ની કહાની સ્વર નિરલ કંજારીયા (કિર્તન નીચે લખેલું છે)૧૮૮
NH official NH official
40.5K subscribers
2,289,656 views
10K

 Published On Jun 13, 2021

રામ જેવા સ્વામી તોય સુખડા નો પામી
તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...

રામ રાજા બન્યા ધોબી ની વાત સુણી
તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...

લક્ષ્મણે રથ જોડ્યા મને રથમાં બેસીડી
મને વનમાં મુકી આવ્યા આ સીતા ની કહાની...

રોઈ રોઈ થાકી મારે કોને વાત કેવી
તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...

રૂષી સામા આવ્યા રૂષી પત્ની રે આવ્યા
મને બેટા કહી બોલાવ્યા આ સીતા ની કહાની...

નથી મારે પીતા કે નથી મારે માતા
મને વનમાં ઉભી મેલી આ સીતા ની કહાની...

ધરતી મારી માતા આકાશ મારા પિતા
મારે કોને દુઃખ કેવા આ સીતા ની કહાની...

નથી મારે દાદા નથી મારે મામા
મારે કોને દુઃખ કેવા આ સીતા ની કહાની...

સુર્ય મારે દાદા ને ચન્દ્ર મારા મામા
મારે કોને દુઃખ કેવા આ સીતા ની કહાની...

એક માસ વીત્યો મારે બે માસ વીત્યા
મારે નવ નવ માસ વીત્યા આ સીતા ની કહાની...

નવ નવ માસ વીત્યા હુ મનમાં મુંઝાણી
મારે કોને વાત કેવી આ સીતા ની કહાની...

જંગલ ની ઝુપડીયે મારે બબે પુત્ર જન્મ્યા
તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...

બબે પુત્ર જન્મ્યા તે ગળસુતી નો પામ્યા
તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...

આકળા ના દુધની મેં ગળસુતી બનાવી
તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...

બબે પુત્ર જન્મ્યા તે બાળોતિયા નો પામ્યા
તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...

ખાખરા ના પાન ના મેં બાળોતિયા બનાવ્યા
તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...

બબે પુત્ર જન્મ્યા તે પારણીયા નો પામ્યા
તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...

વડલાની વડવાઈ ના મેં પારણીયા બનાવ્યા
તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...

પારણિયા બંધાવ્યા મારા પુત્ર ને પોઢાડયા
તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...

રોતા ને રહળતા મેં હાલરડાં રે ગાયા
તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...

રૂપી પત્ની માતા એ આશીર્વાદ આપ્યા
તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...

દશરથ જેવા દાદા જનક જેવા નાના
એની આંગળીએ નો માલ્યા આ સીતા ની કહાની...

કૌશલ્યા જેવા દાદી સુનેયના જેવા નાની
એના ખોળે નો ખેલ્યા આ સીતા ની કહાની...

લક્ષ્મણ જેવા કાકા ઉરમીલા જેવા માસી
એના લાડ કોડ નો પામ્યા આ સીતા ની કહાની...

રૂપી મારા પિતા રૂપી પત્ની મારા માતા
એણે સુખ આમને આપ્યા આ સીતા ની કહાની...

ધરતી મારી માતા મને મારગળો રે આપો
મને ખોળે તમે રાખો આ સીતા ની કહાની...

ધરતી માથી જન્મ્યા ને ધરતી માં સમાણા
તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...

સીતા ની કહાની જે નારી રૂદીયે રાખે
એને કદીયે દુઃખ નો આવે આ સીતા ની કહાની...

સીતા ની કહાની કોઈ સાંજ સવારે ગાશે
એને સપને દુઃખ નો આવે આ સીતા ની કહાની...
🙏🙏🙏

show more

Share/Embed