શ્રીરામ ભક્ત જટાયુ નું કીર્તન (નીચે લખેલું છે) - વનમાં જટાયુ રામ રામ બોલે - Mahila mandal no satsang
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
75.7K subscribers
211,686 views
1.1K

 Published On Aug 24, 2023

Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates


See other Krishna Kirtan Playlist :
   • ક્રિષ્ના કીર્તન  

See other Ramdevpir kirtan:
   • રામાપીરના ભક્તિ ગીત  

See other Guru Bhakti Kirtan:
   • ગુરુ ભક્તિ  


#mahilamandal #ભક્તિકીર્તનસંગ્રહ #newsong #કીર્તન #સત્સંગ #gujaratisong #rambhajan #rambhaktibhajan #rambhaktigeet #rambhakt #shreeram #viralvideo #mahilamandal #mahilamandalbhajans #gujaratibhajansongs #satsang_world ##satguru_ke_bhajan

====== વનમાં જટાયુ રામ રામ બોલે =====

રામ લક્ષ્મણ ફરે વનમાય
વનમાં સીતાજીને ગોતે
રામને લક્ષ્મણ અઘોર વનમાં આવિયા
વનમાં જટાયુ રામને પુકારે
રામે સાંભળ્યો છે એનો સાદ
જટાયુ રામ રામ બોલે

આઘોર વનમાં વીરા કોણ મને ભજે
ચાલોને ભાઈ આપણે ભગતને ગોતીએ
રામ લક્ષ્મણ ગોતે વનમાંય
જટાયુ રામ રામ બોલે

રામ લક્ષ્મણ જટાયુની પાસે રે આવ્યા
ઘાયલ જટાયુને ખોળામાં લીધા
માથે ફેરવે છે રામ હાથ
જટાયુ રામ રામ બોલે

રામ જટાયુને પૂછવા રે લાગ્યા
કોણે જટાયુ તને ઘાયલ કર્યો
જટાયુ કરે રામને વાત
જટાયુ રામ રામ બોલે

લંકાનો રાવણ સીતાજીને લાય ગયો
સીતાજીને છોડવાને પાછળ દોડ્યો
રાવણ સાથે કર્યું મેં તો યુદ્ધ
જટાયુ રામ રામ બોલે

રાવણે મારી એક પાંખ કાપી નાખી
દશા મારી જોઈ સીતાએ વચન મને આપ્યા
રામ આવ્યા પછી જશે પ્રાણ
જટાયુ રામ રામ બોલે

રામ જટાયુને વાત જ કરે છે
કે તો જટાયુ તને જીવતદાન આપું
કે તો રે રાખું અમર નામ
જટાયુ રામ રામ બોલે

હાથ જોડી જટાયુ રામને કે છે
હવે પ્રભુ મારી એક જ ઈચ્છા
તમે આપોને અગ્નિદાહ
જટાયુ રામ રામ બોલે

રામે જટાયુને પાણી જ પાયુ
લક્ષ્મણવીરાએ એની ચિતા રે ખડકી
રામે રાખ્યા છે અમરનામ
જટાયુ રામ રામ બોલે

રામ લક્ષ્મણ ફરે વનમાય
વનમાં સીતાજીને ગોતે
રામને લક્ષ્મણ અઘોર વનમાં આવિયા
વનમાં જટાયુ રામને પુકારે
રામે સાંભળ્યો છે એનો સાદ
જટાયુ રામ રામ બોલે

Album: વનમાં જટાયુ રામ રામ બોલે
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thummar

show more

Share/Embed