જટાયુ રામ રામ બોલે (મીનાબેન )(નીચે લખેલ) પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકન દબાવો
Shivam.Mandal Shivam.Mandal
5.84K subscribers
82,699 views
774

 Published On Aug 17, 2023

રામ લક્ષ્મણ ફરે વનવાસ વનમા સીતાજીને ગોતે

વનમાં જટાયુ રામ રામ બોલે
રામે સાંભળ્યો સાદ રામ લક્ષ્મણ ને પૂછે

અઘોર વનમાં કોણ ભજે રામને
ચાલો ભાઈ લક્ષ્મણ આપણે ભક્તને ગોતીએ
રામ લક્ષ્મણ જોવે વન માય જટાયું રામ ને પોકારે

રામે જટાયુ ને ખોળામાં લીધા
ખોળામાં લઈને બેઠા રામ જટાયું ને માથે હાથ ફેરવે

રામ જટાયુ ને પૂછવાને લાગ્યા
કોને તમને કીધા છે ઘાયલ જટાયુ રામ રામ બોલે

જટાયુ રામ ને વાત કરે છે
લંકાનો રાવણ સીતાજીને લઈ ગયો
માતાને છોડાવવા હું પાછળ દોડ્યો
રાવણ સાથે કર્યું છે મેં યુદ્ધ જટાયુ રામ રામ બોલે

રાવણે મારી પાખ જ કાપી
સીતા માતાએ મને વચન આપ્યા
રામ આવ્યા પછી જાશે પ્રાણ જટાયુ રામ રામ બોલે

કહો તો જટાયુ તમને જીવતા રે રાખુ
કહો તો રાખું અમર નામ જટાયુ રામ રામ બોલે

હવે પ્રભુજી મારી એક જ ઈચ્છા છે
તમારે હાથે પાણી પાઉં જટાયુ રામ રામ બોલે

રામે જટાયુ ને પાણી રે પાયુ
અમર રાયખા છે એના નામ જટાયુ રામ રામ બોલે
રામ લક્ષ્મણ ફરે મને વનવાસ વનમા સીતાજી ને ગોતે

show more

Share/Embed