મારી અગાસી આવો પેલો કાગડો કાગડો કા કા કરે રે...ll કીર્તન નીચે લખેલ છે ...ll જયશ્રીબેન બાળધા ll
શ્રી હરિ  Satsang શ્રી હરિ Satsang
46.3K subscribers
12,242 views
98

 Published On Oct 2, 2023

______ કીર્તન_______


મારી અગાસી એવો પેલો કાગડો કાગડો કા કા કરે રે
બોલે છે બોલે છે પેલો કાગડો કા કા બોલે છે

પિતૃ ની યાદ અપાવતો કાગડો કાગડો કાકા બોલે રે
ભાદરવો આવ્યો અને શ્રાદ્ધ આવ્યા
કાગડો યાદ અપાવે રે
મારી અગાસીએ..,..
પિતૃને મનગમતા ભોજન બનાવીએ
શ્રાદ્ધ નાખીને જમાડીએ રે
મારી અગાસીએ..,
કુટુંબ પરિવાર ભેગા મળીને
પિતૃ ને શ્રાદ્ધ નાખીએ રે
મારી અગાસી એ. .......
સંપ જોઈને પિતૃ રાજી થાય છે
સંતતિ ના આશીર્વાદ આપે રે
મારી અગાસીએ. ....
બેન ભાણેજ ને બ્રાહ્મણ બોલાવીએ
દાન દક્ષિણા દઈએ રે
મારી અગાસીએ.....
ગાયક કુતરા ને પૂરી ખવડાવીએ
અતિથિ ને જમાડીએ રે
મારી અગાસીએ.......
ભક્ત કહે તમે આટલું રે કરજો
સર્વે પિતૃ રાજી થાય રે
મારી અગાસી આવો પેલો કાગડો કાગડો કા કરે રે

show more

Share/Embed