કાળા કનૈયા નુ રહસ્યનુ ભજન ॥ અલ્યા કાના રે આવો તે કાળો કેમ થયો || Alya kana re aavo te kalo kem thayo
BHAJAN YATRA BHAJAN YATRA
29.7K subscribers
344 views
6

 Published On Oct 1, 2024

#alyakanareaavotekalokemthayo#alyakanare#krishnabhajan#gujaratibhajan એલા કાના રે આવો તે કાળો કેમ થયો
તારી દાદી ગોરા તારી માતા ગોરી
એલા કાના રે બલભદ્ર વીર તારા ગોરા ગોરા
એલી રાધા રે રૂપના અભિમાન મત કરો
અધરાતે જનમ્યા મધરાતે જનમ્યા
એલી રાધા રે અંધારી ઓરડી માં કાળા થયા
એલા કાના રે આવો તે કાળો કેમ થયો...

તારા કાકા ગોરા તારી કાકી ગોરા
એલા કાના રે સુભદ્રા બેન તારા ગોરા ગોરા
એલી રાધા રે રૂપના અભિમાન મત કરો
અમે કાલિંદી ગ્યાતા અમે નાગને નાથ્યા
એલી રાધા રે નાગની વરાળે અમે કાળા થયા
એલા કાના રે આવો તે કાળો કેમ થયો...

તારી ગાયો ગોરી તારા ગોવાળ ગોરા
એલા કાના રે ગોકુળ ગામ તારું ગોરું ગોરું
એલી રાધા રે રૂપના અભિમાન મત કરો
ખંભે કામળી હતી ગાયો ચારવાને ગ્યાતા
એલી રાધા રે સૂરજ નાં તાપે અમે કાળા થયા
એલા કાના રે આવો તે કાળો કેમ થયો...

તારા સંતો ગોરા તારા ભક્તો ગોરા
એલા કાના રે સત્સંગ મંડળ તારું ગોરું ગોરું
એલી રાધા રે રૂપના અભિમાન મત કરો
અમે મથુરા માં જાશું અમે કંસ ને મારશું
એલી રાધા રે કંસ ને મારીને અમે ગોરા થાશું
એલા કાના રે આવો તે કાળો કેમ થયો... ભજનયાત્રા યું ટ્યૂબ ચેનલ નો એક જ ઉદેશ્ય છે...ભગવાન ના ભક્તોની અને ભગવાનની સેવામાં ભાવ ભક્તિ ,શ્રદ્ધા વાળા ભજનો રજુ કરવાનો છે.આશા રાખીએ છીએ અમારા ભજનો આપ સહુ ને ગમશે..અમારા ભજનો વિશે તમારા અભિપ્રાય અને સલાહ સુચન મોકલી આપશો અમે સ્વીકારી ને સુધાર કરવાનો પ્રયત્ન કરીશું...સર્વે ભાઈ બહેનો ને જય શ્રી કૃષ્ણ ...
#mastbhajan
#bhajan
#krishnabhajan
#gujaratibhajan
#dhun
#gujaratikirtan
#superhitgujaratibhajan
#gujaratibhajan2023
#bhajanyatra

show more

Share/Embed