આવે કૈલાશ થી રે શંકર પાર્વતી... શુદ્ધ સેવાથી રીજે દેવાધિદેવ Shankar Parvati New Bhajan 👇 છે
Rajni Voice Gujarati Rajni Voice Gujarati
10.8K subscribers
456 views
5

 Published On Aug 15, 2024

આવે કૈલાશ થી રે શંકર પાર્વતી... શુદ્ધ સેવાથી રીજે દેવાધિદેવ Shankar Parvati New Bhajan 👇 છે



આવે કૈલાશથી રે શંકર પાર્વતી

ગરવા ગણેશ ને લાવે...
કૈલાશ થી રે શંકર પાર્વતી

મંગળ પ્રભાતે કરું શંકરની સેવા

શુદ્ધ સેવા થી રિઝે દેવા ધી દેવા

જીવનમાં જ્યોત પ્રગટાવે...
કૈલાશથી રે શંકર પાર્વતી

ભોળાને મંદિરીયે ભક્તો સૌ આવતા

ઓમ નમઃ શિવાય ની ધૂન મચાવતા

ભક્તિની ગંગા વહાવે...
કૈલાશ થી રે શંકર પાર્વતી

કોઈ જળધાર કોઈ દૂધે નવડાવતા

ચંદન ફળ ફૂલ બીલી ભાવે ધરાવતા

રામના રામેશ્વર રીઝાવે...
કૈલાશ થી રે શંકર પાર્વતી

દેવોને અમૃત દઈ ઝેર પોતે રાખતા

ત્રિનેત્ર ખોલી ને કામદેવ બાળતા

ગંગાને જટામાં સમાવે...
કૈલાશ થી રે શંકર પાર્વતી

શ્રાવણ માસનો મહિમા અપાર છે

પ્રેમે પૂજન કરે તેનો બેડો પાર છે

દુનિયાના દુઃખને હટાવે...
કૈલાશ થી રે શંકર પાર્વતી

હરી અને હર બેઉ એક જ સ્વરૂપ છે

ભાવે ભજનારા ના હૈયામાં હુંફ છે

શાંતિ આનંદ સુખ પાવે...
કૈલાશ થી રે શંકર પાર્વતી

આવે કૈલાશથી રે શંકર પાર્વતી

ગરવા ગણેશ ને લાવે...
કૈલાશ થી રે શંકર પાર્વતી

જય ભોળાનાથ શિવ શંકર 🙏
ધન્યવાદ 🙏

show more

Share/Embed