રાધા કેમ રીસાણી - ઉષ્મા બેન (કીર્તન લખેલું નીચે આપેલ છે)
Nimavat Vasantben Tulsidas Nimavat Vasantben Tulsidas
208K subscribers
90,440 views
991

 Published On Sep 1, 2022

તું રાધા કેમ રીસાણી છે તારી આંખો કેમ ભીંજાણી છે
તું મન માં કેમ મુંઝાણી છે તારી આંખો કેમ ભીંજાણી છે

કોણે કડવા વેણ કહ્યા તુજને
તારા મન નું દુઃખ કહે મુજને
તું મન માં કેમ મુંઝાણી છે તારી આંખો કેમ ભીંજાણી છે...

વ્રજ ની ગોપી છે મુજને વ્હાલી
એમાં મુજને તું અતિ વ્હાલી
તારી વેણી કેમ વિખરાણી છે તારી આંખો કેમ ભીંજાણી છે...

તને બંસી ગમે તો બંસી દઉં
જીવનભર તારો થઈ ને રહું
મારા હૃદય કમળ ની રાણી છે
તારી આંખો કેમ ભીંજાણી છે...

તારા આંસુડાં હું લૂછી નાખું
તારું નામ સદા આગળ રાખું
એવી સાચી મારી વાણી છે તારી આંખો કેમ ભીંજાણી છે...

રાધા ને રીજવ્યા ગોવિંદ નાથે
વાલા રાસ રમ્યા સૌ ની સાથે
એવી પ્રભુ ની પ્રીત પુરાણી છે તારી આંખો કેમ ભીંજાણી છે...

તું રાધા કેમ રીસાણી છે તારી આંખો કેમ ભીંજાણી છે...
તું મન માં કેમ મુંઝાણી છે તારી આંખો કેમ ભીંજાણી છે
તારા દિલ માં કેમ દુભાણી છે તારી આંખો કેમ ભીંજાણી છે...



#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

show more

Share/Embed