જે જોઈતુ હોય તે ઈચ્છવું પડે અને તેમાં પ્રબળ ભાવના ભળે તો સફળતા મળે. – KANJIBHAI BHALALA
Shree Saurashtra Patel Seva Samaj Shree Saurashtra Patel Seva Samaj
23.6K subscribers
3,261 views
129

 Published On Sep 16, 2024

જીવનનો આધાર ઈચ્છાશક્તિ ઉપર છે. જીવનને પ્રગતિ અને સુખમય બનાવવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૧૨-૦૯-૨૦૨૪ ગુરૂવારના રોજ વરાછા બેંકના ઓડીટોરીયમમાં ૭૮માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમનું આયોજન થયુ હતું. આ પ્રસંગે કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, મન હોય તો માળવે જવાય એટલે કે ઈચ્છા શક્તિ હોય તો સફળતા મળે છે. હંમેશા સુખી અને સમૃદ્ધ થવાની ઈચ્છા અને તેવી લાગણી હોવી જોઈએ. જે ધારીએ કે ઈચ્છીએ તે મેળવવા માટેનો પ્રયાસ અને મળી ગયુ તેવો અભિગમ એ ખરી ઈચ્છા શક્તિ છે. ઈચ્છા સાથે પ્રબળ ભાવના જોડાઈ તે ખરી ઈચ્છાશક્તિ છે. જે જોઈતુ હોય તે ઈચ્છવુ પડે અને તેમાં પ્રબળ ભાવના ભળે તો સફળતા મળે છે. માણસે ઈચ્છે તે બધું કેમ મળતુ નથી? વ્યસન કે ટેવ છોડવાની ઈચ્છા હોય તો પણ છૂટતી નથી ? આપણે નક્કી કરેલ લક્ષ કેમ પુરા થતા નથી? આવા ઘણા પ્રશ્નો લોકોને થતા હોય છે. માત્ર ઈચ્છા કરવાથી કશુ થતુ નથી. ઈચ્છા-લક્ષ-નિર્ણય પૂરો કરવા માટે અર્ધજાગૃત મનને સંદેશ આપવો જોઈએ. ભાવ-લાગણીથી તે લક્ષને વળગી રહીને પ્રયાસ કરવાથી કામ કરવાની ઉર્જા મળે તે ઈચ્છા શક્તિ છે... તેમણે નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, ઈચ્છાશક્તિ જવનમાં જોશ ભારે છે જે નિર્ધારિત લક્ષોને પાર પાડે છે. વિલ પાવર ખુબ મહત્વનો છે. ઈચ્છાવગરની શક્તિ અને શક્તિ વગરની ઈચ્છા વાંજણી રહે છે કંઈ પરિણામ મળતું નથી. જાગૃત મન તર્ક કરે છે. પરંતુ અર્ધજાગૃત મન આદેશનું પાલન કરે છે. ઉર્જા આપે છે. તેથી ઈચ્છા સાથે ઉર્જા ભળે તે આપણી ઈચ્છા શક્તિ...સફળતા આપે છે. ઈચ્છાશક્તિ (વિલ પાવર) વધારવા માટે પાંચ ડગલા કહ્યા હતા. (૧) થોડુ ઓછુ બોલો, (૨) નકારાત્મક વાતોથી દુર રહો, (૩) હંમેશા ખુશ રહો, (૪) વર્તમાનમાં જીવો – કોઈ નામનો જપ કરો (૫) જે ઈચ્છો છો તેના પર ધ્યાન આપો. મન, ઈરાદો, ધારણા, મનોકામના અને આશા એ ઈચ્છાના પ્રકારો છે. વિકાસ કરવો તે કુદરતી નિયમ છે જેમાં ઈચ્છા શક્તિ ચેતના પૂરી પાડે છે. જીવનમાં ઈચ્છાશક્તિ નો અર્થ અને મહત્વ સમજવામાં આવે તો જીવન સાર્થક બની શકે છે.#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram :   / spss_surat  
❋ Facebook :   / shreesaurashtrapatelsevasamajsurat  
❋ LinkdIn :   / shree-saurashtra-patel-seva-samaj-surat-78...  
❋ Twitter :   / official_spss  
❋ Youtube :    / @spss_surat  
❋Website : https://www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222

show more

Share/Embed