પોતાના પરનો વિશ્વાસ જ માણસનેજોસ, સાહસ અને નીડરતા આપે છે. - Kanjibhai Bhalala - 72 TT
Shree Saurashtra Patel Seva Samaj Shree Saurashtra Patel Seva Samaj
23.6K subscribers
2,866 views
100

 Published On Aug 5, 2024

લોકોને મનથી મજબુત અને સારા જીવન માટે જાગૃત કરવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૦૧/૦૮/૨૦૨૪ ના રોજ વરાછા બેંકના ઓડીટોરીયમ ખાતે યોજાયેલ ૭૨ માં થર્સ-ડે થોટ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે, આજે ડીપ્રેશન એ માણસને લાગુ પડેલો મોટો રોગ છે. તેની અકસીર દવા આત્મવિશ્વાસ છે. કોઈ અજાણ્યા વ્યક્તિ કે વસ્તુ ઉપર ભરોસો કેમ કરવો? આવું સહજ બોલતા હોઈએ છીએ..ભરોસો એટલે ‘વિશ્વાસ’, પોતાની જાત ઉપર ભરોસો મુકવો એટલે ‘આત્મવિશ્વાસ.’ અને જયારે આત્મવિશ્વાસ ઘટે ત્યારે, જીવનમાં મુશ્કેલીઓ ઉભી થાય છે અને તેની સમજણ-ઉકેલ માટે હેલ્થ-વેલ્થ અને હેપ્પીનેસના પ્રશ્નો જીવનમાં ઉભા થાય છે. દરેક સફળ વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરપુર હોય છે. કોઈ વ્યક્તિ પાસે જ્ઞાન કેટલું ? તેના કરતા જ્ઞાન સાથે આત્મવિશ્વાસ કેટલો છે ? તે વધુ મહત્વનું છે. નવા વિચાર આપતા શ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, આત્મવિશ્વાસ જીવનની શક્તિ છે જે પ્રગતિ માટે પ્રેરણા આપે છે. માણસ અન્ય પર ભરોસો મુક્યા વગર જીવી શકે તેમ નથી. તે જ રીતે ભરોસાપાત્ર બન્યા વગર પણ સ્વમાનભેર જીવી શકાય તેમ નથી. આથી પરસ્પર વિશ્વાસ જીવનને ગતિ આપે છે. વિશ્વાસ મુકવો અને વિશ્વાસપાત્ર બનવું તે જીવનનું ચાલક બળ છે. આત્મવિશ્વાસ એ એક માનસિક અને આધ્યાત્મીક શક્તિ છે. પોતાના પરનો વિશ્વાસ જ માણસને જોશ, સાહસ અને નીડરતા આપે છે. પોતાની જાત ઉપરનો ભરોસો જ માણસની ખરી તાકાત છે. આત્મવિશ્વાસ કેળવવા માણસે સભાનતાપૂર્વક પ્રયાસ કરવાની જરૂર છે. જાતને ઓળખવી.. તે આત્મવિશ્વાસ કેળવવાની પ્રથમ શરત છે. ‘આઈ કેન ડુ ઇટ’ પોઝીટીવ એટીટ્યુટ જ માણસને પ્રગતિશીલ બનાવે છે. આથી આત્મવિશ્વાસથી ધબકતો માણસ જ વધુ સફળ થાય છે એટલે નિરસતા ખંખેરી આત્મવિશ્વાસ કેળવવો જોઈએ. પોતાના પર ભરોસો રાખીને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram :   / spss_surat  
❋ Facebook :   / shreesaurashtrapatelsevasamajsurat  
❋ LinkdIn :   / shree-saurashtra-patel-seva-samaj-surat-78...  
❋ Twitter :   / official_spss  
❋ Youtube :    / @spss_surat  
❋Website : https://www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222

show more

Share/Embed