પિતૃ પક્ષની સાખીઓથી 🏵️ભરપૂર ભજન....Pitru Paksha Sakhiy O શ્રાદ્ધ ના ભજન pitru paksh ka bhajan 👇 છે
ભક્તિમાં લીલાલેર છે ભક્તિમાં લીલાલેર છે
40.7K subscribers
4,639 views
88

 Published On Sep 17, 2024

પિતૃ પક્ષની સાખીઓથી 🏵️ભરપૂર ભજન....Pitru Paksha Sakhiy O શ્રાદ્ધ ના ભજન pitru paksh ka bhajan 👇 છે


other channel link
   / @rajnivoicegujarati  

નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏

મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏



#શ્રાદ્ધનોમહિમા
#pitrupakshspecialbhajan
#શ્રાદ્ધનાભજન
#પિતૃપક્ષનીસાખીઓ
#પિતૃપક્ષનાભજન
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong




હરી હે...જન્મયા ત્યારથી જરૂર જાણજો
મરવાનું તો માથે છે...2

માટે તમને કહું છું સખીયો
ભજન મંડળમાં આવોને,
ભજન મંડળમાં આવોને

હરી હે...ચાર દિવસની જીંદગી તારી
પળમાં ચાલી જાશે રે

કંચન જેવી કાયા તારી
પલમાં રાખ થવાની છે,
પલમાં રાખ થવાની છે

હરી હે...જીવ ગાયે,જીવ ખાયે
જીવથી આનંદ રેલાય છે
જીવથી આનંદ રેલાય છે

આયુષ્ય પુરુ થઈ જાય તો
દેહનું સ્થાન સ્મશાન છે,
દેહનું સ્થાન સ્મશાન છે

હરી હે...અંત સમયે કોઈ ના આવે
ધન દોલત તારા રહી જાશે...2

સગા વ્હાલા તને બાળશે ને
બાર દિવસ સહુ પાડશે રે,
બાર દિવસ સહુ પાડશે રે

હરી હે...ધન દોલતને માલ ખજાના
અહીંયાના અહી રહેવાના રે

સાચું હરીનું નામ એ
આવશે તારી સાથે રે,
આવશે તારી સાથે રે

હરી હે...માનવ દેહ ફરી નહી મળશે
જન્મ સફળ તું ક્યારે કરશે...2

લક્ષ ચોરાસી તરી જવાનો
સહેલો એક ઉપાય છે,
સહેલો એક ઉપાય છે

હી હે...હે બાળપણું રમવામાં ખોયું
જુવાની એડે જાય છે...2

ઘડપણમાં ગોંવિંદ ના ગાયા તો

મરતા મનડું બહુ મુઝાય છે,
મરતા મનડું બહુ મુંઝાય છે

હરી હે...પાપના ઢગલા કરી કરીને
ધન દોલત મેળવાય છે...2

સઘડું છોડી ચાલી જતાં
બીજા લૂંટી ખાય છે,
બીજા લૂંટી ખાય છે

હરી હે...જગથી છાના પાપ કરીને
અંધારે અટવાય રે...2

અંત સમયે જમ આવીને
પ્રાણ હરી લઈ જાય રે,
પ્રાણ હરી લઈ જાય રે

હરી હે...સંસાર સાગર દુઃખ નો દરિયો,
સ્વાર્થી જગના સંગે ચઢયો રે

મનડું મારું ખોટું કરે ના
એને જરા અચકાવજો રે,
એને જરા અચકાવજો રે

હરી હે...જુવાની જાશે ને ઘડપણ આવશે
કાયા તારી થરથર થાશે રે...2

અણમુલો અવસર આવ્યો છે
સાથે ભાથું ભકિત નું બાંધી લે,
સાથે ભાથું ભકિત નું બાંધી લો

હરી હે....મોટા મોટા મહેલ બનાવ્યા
રહેનારા તો કોઈ નથી..2

રહેનારા જ્યા ખુબ પડયા છે
એમને રહેવા મળતું નથી,
એમને રહેવા મળતું નથી

હરી હે....ખાધા પીધુ ને મોજ માણી
રામનું નામ ના લીધું રે...2

પાપના પોટલે પોટલા તે બાંધ્યા
પુણ્ય દાન કંઈ ના દીધું રે,
પુણ્ય દાન કંઈ ના દીધું રે

હરી હે.. ભાદરવે પિતૃ પક્ષે
પિતૃ ને શાંત કરીએ રે...

શ્રાદ્ધ પક્ષ પિતૃકાર્ય કરીએ તો
પિતૃ આશિષ આપે રે્
પિતૃ આશિષ આપે રે

કનૈયા તારો જયજયકાર
હો વાલા તારો જયજયકાર

કનૈયા તારો જયજયકાર
હો વાલા તારો જયજયકાર


જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏



Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

show more

Share/Embed