ભજન નીચે લખ્યું છે.માતાજીનું એકદમ લેટેસ્ટ નવું ભજન છે યુ ટ્યૂબમાં આવ્યુ નથી.શ્રી સખીભજન મંડળ.હર્ષા
pinal patel pinal patel
36.7K subscribers
14,669 views
318

 Published On Oct 3, 2024

માતાજીના નવરાત્રી ચાલે છે તો અવશ્ય આ ભજન અંત સુધી સાંભળજો ખૂબ મઝા આવશે.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને કયારેય subscribe કરવાનું ભુલતાજ નહી. બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન તેમજ ગરબા સાંભળવા મળશે સાથ સહકાર આપશો. વડોદરા.
ગાયક કલાકાર હર્ષા પટેલ
જય શ્રીકૃષ્ણ
-----------------------------ભજન--------------------------
અલી. ઓ કાન્તા ઓ બેન શાંતાં
મેં સાંભળી છે એક વાર્તા
ગબ્બર ના ગોખવાળીની ચાચરના ચોક વાળીની
દાદીમાં મારી. (2) રોજ કહેતી તી
ગોવાળીયાની વાત માંડતી તી
અરે એવી શું છે વારતા, મને કહી દે તું બુન કાન્તા
અંબેમાની વાર્તા શું છે , અંબેમાનો મહીમાં શું છે
દાદીમાં મારી (2) શું રે કહેતા તા
ગોવાળીયાની વાત માંડતા તા
ગામની ગાયો ગોવાળ ચારતો
ગાયો લઈ ને વગડે ફરતો
રોજ ગાયો લઈ ને આવે
આ ડુંગરે ગાયો ચરાવે
એવી એક ગાય આવે છે
ગાયો ભેગી રોજ ચરે છે
ગોવાળીયાની (2) નજરે ચડી ગઈ
આ ગાવડી કોની હશે મારા ભાઈ
સાંજ પડે ત્યાં ગાયો હેડી
પેલી ગાયે પકડી કેડી
આ ગાયોનો ધણી કોન છે
એનું બાકી ચરામણ છે
મારે ઘર એનું જોવું છે , એને જ ઈને કહેવું છે
ગાયો તારી (2) રોજ આવે છે , ચરામણ એનું બાકી છે
અલી કાન્તા ઓ બુન શાંતાં
ડુંગરે જ ઈને ગોવાળે જોયું , સોના સિંહાસન રાજપાટ જોયું
માડી મનમાં રે મલકાયો
જ ઈ સૂપડુ જવ લઈ આવ્યા
માડી જવ આપે છે , ગોવાળીયો નિરાશ થાયે છે
ગોવાળીયો (2) જવ ઢોળે છે , એ તો ઘેર આવે છે
ઘેર આવ્યો નિરાશ થઈ ને
ગોવાલણીયે એને પુછયું
મને ચરામણ જવલા આપ્યા
મેં રસ્તે ઢોળી નાખ્યા
મને બહુ દુઃખ લાગ્યું છે , મનમાં વહમું લાગ્યું છે
લઈ ને હું તો (2) ગ્યોતો મોટી આશા , આવ્યો થઈ ને નિરાશા
જુવે ગોવાલણ પછેડી લઈ ને
તેમાંથી નીકળ્યા સોનામોહર
માં ડુંગરે જોયા ડોશી , ના ઝૂંપડી એ જોયા ડોશી
આવા માંના પરચા છે ભારી
આવી માંની છે લીલા ઓ ન્યારી
આવી રે માડી (2) અંબા ભવાની , દુનિયા છે માંની દિવાની
માડી મારી લાજ રાખે છે
રોજ રોજ પરચા પુરે છે
માડી સૌને દર્શન આપે છે , સૌની લાજ રાખે છે
અલી કાન્તા ઓ બુન શાંતાં............
અંબે માત કી જય

show more

Share/Embed