ગુજરાતી નાસ્તો હાંડવો ઘરે કેવી રીતે પરફેક્ટ બને તે માટેની ખૂબ જ ઉપયોગી સિક્રેટ ટિપ્સ
Food Mantra by Surbhi Vasa Food Mantra by Surbhi Vasa
174K subscribers
56,353 views
1.2K

 Published On Oct 8, 2020

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે ગુજરાતી ફેમસ નાસ્તો હાંડવો ઘરે કેવી રીતે પરફેક્ટ બને અને હાંડવાનો લોટ કેવી રીતે તૈયાર કરવાનો. લોટ તૈયાર કરતી વખતે સિમ્પલ મેઝરમેન્ટ તમારે યાદ રાખવાનું છે. અઢી વાટકી ચોખા અને દોઢ વાટકી ચણાની દાળ લેવાની છે. એની સાથે બે ટેબલ સ્પૂન અડદની દાળ અને તુવેરની દાળ અને દશથી બાર મેથીના દાણા ઉમેરવાના છે. જો આ રીતે તૈયાર કરશો તો હાંડવો એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર સોફ્ટ તૈયાર થશે. એકવાર આ રીતે ઘરે બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવશો એટલો મસ્ત બનશે નાના બાળકોને તો સ્પેશિયલ બોઉં જ ભાવશે. વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

1- સૌથી પહેલાં તો તેનો લોટ કેવી રીતે આપણે તૈયાર કરીશું તે જોઈશું. લોટ તૈયાર કરતી વખતે એક સિમ્પલ માપ યાદ રાખવાનું છે અઢી કપ ચોખા લઈએ તો દોઢ કપ ચણા ની દાળ લેવાની.તેની સામે 2 ચમચી અડદ ની દાળ લઈશું.2 ચમચી તુવેર દાર લેવાની છે.

2-તેના લીધે હાંડવો બહુ સોફ્ટ થાય છે અને તેની સાથે દસથી બાર મેથીના દાણા ઉમેરવાના છે. આ બધું મિશ્રણ તમારે દળી લેવાનું છે. આ માપ સાથે તમે દાળ ચોખા પલાળીને પણ પીસી શકો છો. હવે હાંડવા નો લોટ 1 કપ લેવાનો છે.

3- હવે તેની અંદર દહીં અને પા કપ પાણી આ બંને મિક્સ કરીને છાશ બનાવી લેવાની છે. અને હૂંફાળી ગરમ કરી લેવાની છે. હાંડવા નો લોટ છે તેમાં ચપટી સોડા ઉમેરી દેવાનો છે. તેની સાથે જે છાસ હતી ગરમ કરેલી તેની અંદર ઉમેરી દેવાની છે. અને ખીરું એકદમ સરસ તૈયાર થઇ જશે. અને જો તમને પસંદ હોય તો ૧ ચમચી મલાઈ ઉમેરજો. જેથી હાંડવો એકદમ સરસ સોફ્ટ થશે.

4- હવે આપણે જે ખીરું પલડ્યું તેને લગભગ પાંચથી છ કલાક આથો આપવા માટે રેહવા દેવાનું છે. હવે વગાર નો વારો. જ્યારે પણ વગર કરતા હોય ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે કે બધા જ મસાલા ખીરામાં ઉમેરી દેતા હોય છે વેજીટેબલ પણ ઉમેર તા હોય છે. જેમાં દૂધી કોબીજ વટાણા તમને કોઈપણ મનગમતી વેજીટેબલ છે.એડ કરી શકો છો.

5- હવે આપણે બે ચમચી તેલ લઈશું. તેની અંદર રાય, અડદની દાળ અને તલ નો વગાર કરવાનો છે. તેની સાથે લીમડો અને એ લીલા મરચાં લેવાના છે અને એક ચપટી હિંગ અને હળદર પા ચમચી જેટલી લેવાની છે. હવે જે ઉમેરીએ એ લાલ મરચું પાવડર એક ચમચી અને એક મેથી નો મસાલો 1 ચમચી હવે આ બંને ઉમેર્યા પછી તરત જ લગભગ પા કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. જેથી લાલ મરચું છે તે બળી ના જાય.

6- હવે બે ચમચી ધાણાજીરું પાવડર અને ફરી થી એક નાની ચમચી લાલ મરચુ પાઉડર ઉમેરીશું. આને હવે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે એ મીઠું ઉમેરી શું અને તેની સાથે ગોળ પણ ઉમેરી શું. હવે આ વઘાર તૈયાર થયો તે ખીરામાં ઉમેરી દેવાનું છે.અને સરસ રીતે મિક્સ કરી લઈશું.

7- હવે તમે જ્યારે હાંડવો કરવા મૂકો ત્યારે સાથે ખીરું વઘારી અને મોટા પીસ પડે તેવી રીતે પણ હાંડવો બનાવી શકો છો. સિંગલ સિંગલ ડાંગેલા ની જેમ પણ બનાવી શકો છો. હવે ખીરું તૈયાર થઈ ગયો તો તેમાં સોડા પણ ઉમેરી શકો છો. પા ચમચી જેટલું જ સોડા ઉમેરી શું. અને તે ગરમ પાણીમાં નાખીને પછી ઉમેરવાનું છે. તમે પા ચમચી સોડા લો તો બે ચમચી પાણી લેવાનું. પછી તેને ખીરામાં ઉમેરી દેવાનું છે. જેથી હાંડવો બહુ સરસ થશે.

8- હવે ફરીથી વઘાર કરવાનો છે. અને જે મોવાણ અંદર આવ્યો ને એટલે હાંડવો બહુ સરસ સોફ્ટ થશે.આ હાંડવો તમે ચારથી પાંચ કલાક પછી ખાસો ને તો પણ તે ડ્રાય નહિ લાગે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે ફરીથી તેલ મુકવાનું છે. તેમાં લગભગ એક ચમચી જેટલું તેલ લઈશું. રાઈ, અડદની દાળ અને તલનો વઘાર કરી શું. અને તૈયાર કરેલું ખીરૂં છે તે ઉમેરી દઈશું ઉપરથી તેલ છાંટીને લઈશું. અને તલ છાંટી લઈશું. ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર મૂકી દઈશું.

9- હવે તેને દસ મિનિટ સુધી કુક થવા દેવાનું છે. પછી તેને બીજી બાજુ પલટાવીને ફરી થી ઉપર અને નીચે તેલ આવે તે રીતે ફેલાવી લેવાનું છે. જેના કારણે નીચે પણ ડ્રાય નહીં લાગે અને ઉપરનું પડ જે એકદમ ક્રિસ્પી તૈયાર થાય તે બહુ સરસ લાગે છે. અને તેની પર તેલ નાખી એ તો તેનો કલર પણ બહુ સરસ આવે છે. અને તેને દસ મિનિટ માટે કુક થવા દઈશું.

10- હવે આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે. તમે ચા સાથે ખાઈ શકો છો.અને ગ્રીન ચટણી સાથે પણ ખાય શકો છો. અને સોસ સાથે પણ ખાઈ શકો છો.

11- હવે ગરમાગરમ હાંડવો તૈયાર છે. ચોક્કસથી તમે ઘરે બનાવજો ખાજો અને ખવડાવજો.

અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.

Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

show more

Share/Embed