લખેલુ છે નીચે 🙏કાના તારા ભજન વિના ગડીએ ના ગમે રે 🌹યાદવ મીના બા 🌹
Dashama Bhajan Mandal ત્રાકલં Dashama Bhajan Mandal ત્રાકલં
2.4K subscribers
12,711 views
251

 Published On Sep 29, 2024

કાના તારા ભજન વિના ઘડીયે ના ગમે રે (2)
કાના તને જોયા વિના ઘડીયે ના ગમે રે (2)

ચેન પડતું નથી
ઘરમાં ગમતું નથી
ઓ કાના તારા વિના તારા વિના
કાના તારા ભજન વિના ઘડીએ ના ગમે રે

મોરલી ના સુરે વાલા હુંતો ભરમાઈ રે
હો મોરલી વનરા વન માં વાગી
હુંતો ઝબકી ને જાગી
કાના હવે ના રેહવાય હવે ના રેહવાય
કાના તારા ભજન વિના ઘડીએ ના ગમે રે

પ્રીત કરી છે કાના મેતો તારી સાથે રે
તુંતો કેતો તોં કાના ભવ ભવ નો ભેરુ રે
આંખે આશુડા ઉભરાય
મનડું મારું તોં મુંજાય
કાના આવું ના કરાય આવું ના કરાય
કાના તારા ભજન વિના ઘડીએ ના ગમે રે

માયા એવી તે લગાડી
મોરલી એવી તે વગાડી
મારાં વાલમ વાલીડા વાલમ વાલીડા
કાના તારા ભજન વિના ઘડીએ ના ગમે રે

તારી રાધા વાલી
તારી રુક્મણિ વાલી
તારી મીરાં વાલી મીરાં વાલી

કાના તારા ભજન વિના ઘડીએ ના ગમે રે
કાના તને જોયા વિના ઘડીએ ના ગમે રે

show more

Share/Embed