મારો સિદ્ધિવિનાયકનાથ મારો થઈ જા ને મહેમાન || કીર્તન લખેલું છે🌹 ગણપતિનું ભજન
wish u gujrat wish u gujrat
28.5K subscribers
4,943 views
83

 Published On Sep 8, 2024

મારો સિદ્ધિવિનાયકનાથ મારો થઈ જા ને મહેમાન || કીર્તન લખેલું છે🌹 ગણપતિનું ભજન
#મારો_સિદ્ધિવિનાયકનાથ_મારો_થઈ_જા_ને_મહેમાન #કીર્તન_લખેલું_છે #ગણપતિનું_ભજન
My quarries
#મારોસિદ્ધિવિનાયકનાથમારોથઈજાનેમહેમાન
#Gujaratibhajan #Gujaratisatsang #wish_u_gujrat #Gujarati_song #ગુજરાતી_ગીત #ગુજરાતી_ભજન #ગુજરાતી_સત્સંગ #Gujarati_geet #Bhajan #Satsang
#Ganesha
#સત્સંગ_ના_ગીતો

🌹🌹🌹🌹

મારો સિદ્ધિવિનાયકનાથ,મારો થઈ જા ને મહેમાન
માતા પર્વતીના બાળ, મારો થઈ જા ને મહેમાન

તું તો સુખ કરતા કેવાણો,તું તો દુઃખ હરતા કહેવાણો
આતો ખોટી નથી વાત,મારો થઈ જા ને મહેમાન
કહું છું સાચે સાચી વાત, મારો થઈ જા ને મહેમાન

તું તો લંબોદર કેવાણો,તું તો ગજેન્દ્ર કહેવાણો
મારા કાર્તિકજીના ભ્રાતા,મારો થઈ જા ને મહેમાન

તું તો આઠે સ્વરૂપ પૂજાણો,અષ્ટ વિનાયક કહેવાણો
બેની ઓખાબાઈના વીર,મારો થઈ જા ને મહેમાન

તારે મૂષકની સવારી,તારે હાથે ફરસી ધારી
મારા સંકટના હરનાર,મારો થઈ જા ને મહેમાન

ઓ દુનિયાના બેલી,તારી ગાવ રોજ હેલી,
દેવો ધરતા પ્રથમ ધ્યાન, મારો થઈ જા ને મહેમાન
તારી લીલાનો નહીં પાર,મારો થઈ જા ને મહેમાન

🙏🏻🙏🏻સાખી🙏🏻🙏🏻

પ્રથમ નમુ ગુરુદેવને,ગણપતિ લાગુ પાય રે
સૌ કુટુંબ સેજે પધારો,બ્રહ્મા વિષ્ણુ મહેશ રે

શ્રાવણ પાસે શિવજીને,ભાદરવે ગણેશ રે,
આસો મા અમે માવડીને,કૃષ્ણ ભજન બારેમાસ રે

ગણપતિ દાદા ,ભાગ્યવિધાતા
રૂમજુમ કરતા આવો રે,(2) દાદા

રિદ્ધિ સિદ્ધિ ને શુભ લાભને ,
સાથે તેડી આવોને,
જીરે જીરે સાથે તેડી આવોને

મંગળવારે અંગારિકા,
ચૌટે દાદા ને પૂજન કરી એ.. (૨)

હાલો હાલો સિદ્ધિવિનાયક
દાદા ના દર્શન કરીએ રે..
જીરે જીરે દાદા ના દર્શન કરીએ રે


🌹નાગપુર સત્સંગ મંડળના 🌹
🌹આપ સૌને જય શ્રી કૃષ્ણ🌹

show more

Share/Embed