એ બીમારી જેણે Khambhat માં આખેઆખા પરિવારોના જીવ લઈ લીધા |Silicosis | Gujarat Election 2022 | aqeeq
BBC News Gujarati BBC News Gujarati
1.22M subscribers
11,725 views
96

 Published On Nov 13, 2022

#gujaratinews #gujaratelection2022 #khambhat #Silicosis

ખંભાત સૂતરફેણી અને હલવાસન માટે જેટલું જાણીતું છે, એના કરતાં વધારે તે અકીકઉદ્યોગ માટે વખણાય છે. અહીં પૉલિશ થતા અકીકમાંથી બનેલી વસ્તુઓની દેશવિદેશમાં નિકાસ થાય છે. અહીં ઘરે-ઘરે અકીક ઘસવાની ઘંટીઓ છે અને આ ઉદ્યોગ પર ખંભાતનો મોટો વર્ગ નભે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને જે અકીકનો બાઉલ ભેટમાં આપ્યો હતો, તે પણ ખંભાતમાં જ તૈયાર થયો હતો. જોકે અકીકઉદ્યોગની ચમકદાર દુનિયાની બીજી બાજુ પણ છે, અને એ છે સિલિકોસિસ. સિલિકોસિસ એક એવો રોગ છે જે અકીકઉદ્યોગમાં કામ કરતા અનેક કામદારોના જીવ લઈ ચૂક્યો છે અને હજી પણ લોકો આ રોગના કારણ મરી રહ્યા છે. એવા પણ કિસ્સા છે કે જેમાં આ રોગના કારણે એક જ પરિવારના 14 લોકોનાં મૃત્યુ થયાં હોય.

વીડિયો અહેવાલ : પાર્થ પંડ્યા, શૂટ : વિપુલ, ઍડિટ - રવિ પરમાર, સુમિત વૈદ

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

show more

Share/Embed