મેડક બેટ કચ્છ @kutch
Historical And Cultural Updates Historical And Cultural Updates
5.59K subscribers
2,794 views
112

 Published On Oct 5, 2021

મેડક બેટ કચ્છ
#vakhatdarbar #મેડકબેટ #વાગડ


#જયવરનેશ્વર
#jayvarneswar
#જયવેનુદાદા
#Varneshwar

વિડિયો આભાર સહ

#મહાદેવબારડ
#નરેશજીગોહિલ
#નવીનસિંહમકવાણા
#વખતદરબાર
#જીગરસિંહપરમાર



મિત્રો સાથે ની મોજ #મેડકબેટ

#કચ્છના નાના રણના મધ્યમાં એક એકાદ કિમી સિત્તેર થી દોઢસો મીટર ઊંચી પર્વતોની હારમાળા છે, ત્યાં વનસ્પતિમાં ફક્ત બાવળ સિવાય કશુંજ થતું નથી અને આ પર્વત નો ઉદ્દભવ કોઈ સુનામી દરમિયાન થયો હોય એવું સ્પષ્ટ દેખાય છે કારણ કે આ પર્વત સદીઓ સુધી દરિયાના પેટાળમાં રહેલ છે અને ત્યારબાદ કોઈ ભયાનક ભૂસ્તરીય ફેરફારમાં આખો નાનો રણ જમીન પર ઉપસી આવેલ છે જેમાં આ પર્વત ખાસ છે, અને રણ એટલે આપણે એમ માનીએ કે રેતી હોય પણ આ ક્રિક લેન્ડ છે મતલબ કાળી ચીકણી ક્ષાર વાળી માટી છે જેમાં મીઠું પકવી શકાય છે,
#ઝીંઝુવાડા ના #કિલ્લા ના આથમણે દરવાજે આજે પણ #જહાજોને લંગરથી બાંધવાના મોટા લોખંડના કડા લાગેલા છે એટલે #કચ્છનું #નાનુંરણ ક્યારેક દરિયો હતો અને ભૂતકાળમાં અહીં નાનું બંદર પણ હોઈ શકે છે, એટલે #મુરડોક પર્વત એક સમયે દરિયાના પેટાળ હતો એ કથન પર વિશ્વાસ કરી શકાય,
બીજી બાબતમાં અહીં પત્થરો રંગ બેરંગી જોવા મળે છે અને ઘણી જગ્યાએ પત્થરો લાકડાની સાથે એકરસ થઈ ગયેલ છે જે અદભુત બાબત છે કે લાકડું અને પથ્થર કઈ રીતે એક રસ થાય, પણ અહીં જોઈ શકાય છે#(Fossil) આ પત્થરો લોકો મુરડોક ના પ્રવાસે જાય ત્યારે અવશ્ય યાદગીરી રુપે સાથે લાવે છે, ત્યાં પર્વતની તળેટી માં ત્રીસેક મીટર અંદર એક કૂવો કુદરતી રીતે બનેલો છે એને વટેમાર્ગુઓ એ થોડો સમો રમો કરીને પર્વત પરથી પડતું વરસાદી પાણી સંગ્રહ કરવાનો બેજોડ સફળ પ્રયાસ કરેલો છે અને અત્યારે ત્યાં ઘણા પ્રવાસીઓ પાણી પી શકે છે,
નામકરણ કઈ રીતે થયું,

મેડક એટલે મેઢક નો અપભ્રંશ થયો એવી નાનપણ માં વાત સાંભળી હતી કચ્છ ના ઇતિહાસ માં પણ એવું આવતું કે દૂરથી આ ટાપુ મેઢક એટલે દેડકો જેવું નજરે પડે છે
ભાષાના અપભ્રંશ ના કારણે 'મેડક' તરીકે આ પર્વત હાલ ઓળખાય છે,

ઉપર ચડીને જુઓ તો આજુ બાજુ માનવ વસ્તીનો કે ઝાડ ઝાંખરા દેખાય જ નહીં બસ અફાટ રણનું મેદાન દેખાય અને એક હ્રદયસ્પર્શી શાંતીનો અહેસાસ થાય, પ્રકૃતીના ખોળે કુદરતનો એક બેનમૂન નમૂનો એક ફરવા જવા જેવું ઉત્તમ સ્થળ છે, બીજી બેત્રણ જગ્યાઓ વીસ થી પચ્ચીસ કિમીમાં જ છે, "નાદા બેટ" છે, "ધૂતપુંગ" છે ત્યાંથી દક્ષિણ પશ્ચિમે ચાલીસેક કિમિ વરણું દેવનું મંદીર અને વાચ્છડા દાદા તો ખરાજ,
ક્યારેક નીકળી પડો અને આપણો વારસો જે અત્યાર સુધી આપણાં થી અજાણ હતો અને વિદેશના પર્યટકોએ અહીં આવી અને કેટલાય દિવસો સુધી રિસર્ચ કરીને આ જગ્યા આપણા માટે ખુલ્લી મૂકી એ બદલ એમનો ધન્યવાદ કરવો ઘટે,

અહીં લોકલ રહેવાસી હોવાના કારણે અમેં અમુક હક ભોગવી શકીએ. ઘુડખર અભ્યારણ હોઈ નિયમો પણ થોડા કડક છે, કોઈ જંગલી જાનવર પાછળ તમે ગાડી ભગાવી ના શકો, અને આ રીતે આપણો મેડક બેટ નો પ્રવાસ પૂરો થાય,

show more

Share/Embed