ભોળા મારો વાંચી સંદેશ કૈલાશથી વહેલા આવજો.... શિવજી ને કંકોત્રી sravan mas special Bhajan 👇 છે
Rajni Voice Gujarati Rajni Voice Gujarati
10.8K subscribers
7,997 views
95

 Published On Aug 2, 2024

ભોળા મારો વાંચી સંદેશ કૈલાશથી વહેલા આવજો.... શિવજી ને કંકોત્રી sravan mas special Bhajan 👇 છે



ભોળા મારો વાંચી સંદેશ કૈલાશથી વેલેરા આવજો
આવ્યો રૂડો શ્રાવણ માસ કૈલાસથી વેલેરાં આવજો

ભક્તો તમારા જોવે છે વાટડી
હાથમાં લઈને ઊભા ફૂલોની છાબડી

ફૂલડાં વેરાવું વાટ કૈલાસ થી વેલેરા આવજો
આવ્યો રૂડો શ્રાવણ માસ કૈલાસથી વેલેરાં આવજો...

શ્રાવણ માસમાં મહિમા તમારો
ભક્તોના વાલા આનંદ હોય ન્યારો

શિવ પૂજા કરવાની હામ કૈલાસ થી વેલેરા આવજો
આવ્યો રૂડો શ્રાવણ માસ કૈલાસથી વેલેરાં આવજો...

માતા પારવતી ને સાથે તેડી લાવજો
માતા પારવતી ને સાથે કાર્તિકજી

ગણેશ સાથે નાનેરું બાળ કૈલાસ થી વેલેરા આવજો
આવ્યો રૂડો શ્રાવણ માસ કૈલાસથી વેલેરાં આવજો...

ભોળાને શિર પર ગંગા બિરાજે
ભોળાને કંઠે સર્પો ની માળ છે

ડમરુ ને ત્રિશૂળની સાથ કૈલાસ થી વેલેરા આવજો
આવ્યો રૂડો શ્રાવણ માસ કૈલાસથી વેલેરાં આવજો...

આગળ છે કાચબોને પાછળ છે નંદી
નાચે છે ભૂતડાં ને વાગે છે શ્રૃંગી

શિવજી નંદી અસવાર કૈલાસ થી વેલેરા આવજો
આવ્યો રૂડો શ્રાવણ માસ કૈલાસથી વેલેરાં આવજો...

ભોળાને થાળમાં લાડુ ધરાવશું
સાથે ધતૂરો બિલીપત્ર ચડાવશું

ભોળા ભાંગનાં ભોગી કૈલાસથી વેલેરા આવજો
આવ્યો રૂડો શ્રાવણ માસ કૈલાસથી વેલેરાં આવજો...

ભોળા ભક્તોના ભોળા છે શિવજી
ભવજળ તરવા ભજું છું શિવજી

મુક્તિના દાતા છો શિવ કૈલાસ થી વેલેરા આવજો
આવ્યો રૂડો શ્રાવણ માસ કૈલાસથી વેલેરાં આવજો...

જય ભોલેનાથ
ધન્યવાદ
🙏

show more

Share/Embed