મહીસાગર : સંતરામપુર નગરમાં સ્વચ્છતા હી સેવા નાં નામે શૂન્યાવકાશ..
CRIME PATROLING NEWS CRIME PATROLING NEWS
3.72K subscribers
136 views
0

 Published On Oct 3, 2024

CRIME PATROLING NEWS
The Voice Of Public
સમગ્ર દેશમાં ને ગુજરાત રાજ્ય માં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છ ભારત દિવસની ઉજવણી ગાંધી જયંતિ નાં દિવસે કરાઈ અને ગાંધી જયંતિ નાં દિવસે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હવે દેશભરમાં રુપિયા દસ હજાર કરોડથી વધુના એક અમૃત સ્વચ્છતા અભિયાન આયોજન નો પ્રારંભ કરાવેલ છે.
દેશમાં સ્વચ્છતા અભિયાન નાં દસ વરસ પુરાં થવા આવશે અને લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરાય છે પરંતુ વાસ્તવમાં આ સ્વચ્છતા અભિયાન સફળ નિવડેલ છે ખરું???
સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકાઓને અપાતી ગ્રાન્ટ જે હેતુ માટે ફળવાયછે તે હેતુ વાસ્તવમાં સિદ્ધ થાય છે ખરો???
સ્વચ્છતા હી સેવા અંતર્ગત નો આ કાયૅકમ શું માત્ર ફોટો સેન્સસ તો નથી બની રહ્યો ને???
સંતરામપુર નગરમાં સ્વચ્છતા હી સેવા નાં નામે શૂન્યાવકાશ જોવા મળે છે.
નગરપાલકા સંતરામપુરમા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અને ધન કચરો અંતર્ગત આવતી ગ્રાન્ટ નો વાસ્તવમાં તે કામગીરીમાં વપરાશ થાય છે કે કેમ..? તે એક તપાસ નો વિષય બનેલ છે.
સંતરામપુર નગરમાં ગટર સફાઈ નો અભાવ અને ગંદકી ઠેરઠેર જોવા મળે છે.
સ્વચ્છતા હી સેવા નું સુત્ર સંતરામપુર નગરમાં સફળ નિવડેલ જોવા મળતું નથી અને નગરપાલિકા સંતરામપુર સ્વચ્છતા હી સેવા અંતર્ગત નાં આયોજન માં સંપૂર્ણ રીતે ઉણી ઉતરેલી જોવા મળે છે.
સંતરામપુર નગરમાં પોલીસ સ્ટેશન અને પ્રજાપતિ વાસ થી આગળ આવેલ હરીજનવાસ પાસે થી હિન્દુ સ્મશાન તરફ જતા રોડ ઉપર અને રોડની બાજુમાં ગંદા કચરા નાં ઢગલાં પડેલ છે અને આ રોડ પર થી હિન્દુ સમાજ માં મરણ પામેલ ને નગરપાલિકા સંતરામપુર નાં રથ માં અંતિમ વિધિ માટે આ ગંદકી થી ખદબદતા રસ્તે લઈ જવામાં આવે છે અને આ રસ્તે મારતી દુગૅધ થી ડાધુઓ પણ ત્રાસી જાય છે.
તેમ છતાં પણ આ ગંદકી અને કચરાના ઢગલા નો નિકાલ કરવામાં નગરપાલિકા સંતરામપુર દ્વારા ધણાં લાંબા સમય થી કોઈ જ કાયૅવાહી નહીં કરાતાં આ વિસ્તાર ની પ્રજાજનો આ ગંદકી થી અને તેની દુગૅધ થી ત્રાહિમામ પોકારી ઊઠયા છે છતાં પણ નગરપાલિકાના નાં પેટનું પાણી હલતું જોવા મળતું નથી.
આ સંતરામપુર નગરપાલિકા ને ધન કચરાના નિકાલ માટે લાખો અને કરોડો રૂપિયા ફળવાયછે તો પછી એ નાણાં જાયછે ક્યાં???
તે તપાસ નો વિષય છે..
નગરપાલિકા સંતરામપુર ને ધનકચરા,ઢોરવાડાના, સ્વછતા
અભિયાન હેઠળ જે જે નાણાં ફાળવવા માં આવેલ છે તેનો અમલ આ નાણાં જે હેતુ માટે આપવામાં આવેલ તે માટે થયેલ છે કે કેમ? અને તેની અંદર મીલી ભગતથી કટકી કે ગેરરીતિઓ તો થતી નથી ને ..? આ બાબતે ઉપરી તંત્ર દ્વારા ત્વરીત તટસ્થ
કરાવવામાં આવે તો મસ મોટું કૌભાંડ બહાર આવે તેમ છે????
તેવું જાગૃત નાગરિકો નું કહેવું છે..
દેશના વડાપ્રધાન ઈચ્છે છે કે દેશમાં સ્વચ્છતા અભિયાન જેટલું સફળ થશે તેટલો જ આપણો દેશ ચમકશે.. પરંતુ અહીંયા તો સંતરામપુર નગરપાલિકા નાં સત્તાધીશોને દેશ કે ગુજરાત કે સંતરામપુર ચમકે તેમાં જરાયે રસ જોવા મળતો નથી.. અને માત્રને માત્ર એક બીજાની મીલીભગતથી સંતરામપુર નગરપાલિકા ને મલતી કરોડો ની ગ્રાનટો માંથી કોન્ટ્રાકટર ની મીલીભગતથી કેમ કટકી થાય ને ટકાવારી મળે તેમાં જ અને પોતાના ઘરોજ ચમકવા માં રસ જોવા મળે છે.
સંતરામપુર નગરમાં સ્વચ્છતા અભિયાન માત્ર પેપર ઉપરજ જોવા મળે છે.રાજયના મુખ્યમંત્રી અને શહેરી વિકાસ વિભાગ અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકા વડોદરા ઝોન ને કલેકટર મહીસાગર અને આરોગ્ય વિભાગ દ્વારા આ સ્થળો ની ત્વરીત પ્રત્યક્ષ મુલાકાત લઈ અને આ ગંદકી દૂર કરાવે. અને સંતરામપુર નગરમાં વાસ્તવિક સ્વરુપે સ્વચ્છતા અભિયાન ને સફળ બનાવે તો જ અભિયાન સફળ થશે..તેવું જાગૃત નાગરિકો નું કહેવું છે..

show more

Share/Embed