ઉગી ને તુરંત અસ્ત થઈ જાઉં તેવો હું સિતારો નથી | ugi ne turant ast thay jav |Atitude poem | કવિતા |
ALAK MALAK NI VATO / અલક મલકની વાતો ALAK MALAK NI VATO / અલક મલકની વાતો
4.19K subscribers
102 views
23

 Published On Mar 25, 2023

#kavita
#lokgeet
#dayro
#bhajan

ઉગી ને તુરંત અસ્ત થઈ જાઉં તેવો હું સિતારો નથી,
આગ લગાવ્યા વિના ઓલવાઈ જાઉં તેવો હું તિખારો નથી.

કાળમીંઢ પત્થરો ને પચાવી ને ઉભો છું અડીખમ એકલો,
મોજા ઓની મારથી ચૂરચૂર થઇ જાવ એવો હું કિનારો નથી.

મારી દશા કે દુર્દશા માટે ખુદ હું જ,જવાબદાર છું દોસ્તો,
કોઈ મારી દયા ખાય કે દુઆ કરે એવો હું બિચારો નથી.

અજમાવવો હોય તો અજમાવી લેજો આંખ મીંચી ને
ખાલી અથડાઈ ને પાછો વળી જાવ તેવો હું ઈશારો નથી.

મારી ઉન્નતિ જ આત્મા ગૌરવ છે મારું આ જગતમાં,
સ્વયમ ઘડાયો છું, કોઈ એ ચણ્યો એવો હું મિનારો નથી.

જિંદગીના કેનવાસ પર લગાવ્યા છે લસરકા આડા અવળા,
બાકી કોઈના જીવનની પ્રેરણા બનું એવો હું ચિતારો નથી.

મૃત્યુ નો ડર ના દેખાડશો મને, એના થી હું કદી ડર્યો નથી,
સહુ મરી જશે એક દિવસ અહીં, મારા એકલા નો કઈ ઈજારો નથી.

show more

Share/Embed