Friday Live Meeting (26-11-2021)
Pastor Shailesh Gamit Pastor Shailesh Gamit
7.21K subscribers
3,503 views
105

 Published On Streamed live on Nov 26, 2021

#jesus #meeting #live #pastor #holyspirit #church #Faith

સંદેશો સાંભળવા માટે વિડિયોને ૩૦:૦૦ મિનિટ ફોરવર્ડ કરો...

​માથ્થી 7: 21 જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે [તેઓ જ પેસશે].

નહેમ્યા 1: 1 હખાલ્યાના પુત્ર નહેમ્યાનું વૃત્તાંત. વીસમા વર્ષના કિસ્લેવ માસમાં હું સૂસાના કિલ્લામાં હતો ત્યારે એવું બન્યું કે,
2 મારા ભાઈઓમાનો એક હનાની તથા યહૂદિયામાંથી કેટલાક માણસો, ત્યાં આવ્યા; અને બંદીવાસમાંથી છૂટેલાઓમાંના જે યહૂદીઓ જીવતા રહ્યા હતા, તેઓ વિષે તથા યરુશાલેમ વિષે મેં તેમને પૂછ્યું.
3 તેઓએ મને કહ્યું, “બંદીવાસમાંથી જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહેલા છે તેઓ મહા સંકટમાં તથા અધમ દશામાં પડેલા છે. યરુશાલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે, અને તેના દરવાજા બાળી નાખવામાં આવેલા છે.”
4 એ ખબર મેં સાંભળી ત્ચારે હું બેસીને રડ્યો,......

યશાયા 60: 1 ઊઠ, પ્રકાશિત થા; કેમ કે તારો
પ્રકાશ આવ્યો છે, ને
યહોવાનો મહિમા તારા પર ઊગ્યો છે.
2 જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર
લોકોને ઢાંકશે;
પણ યહોવા તારા પર ઊગશે,
ને તેમનો મહિમા તારા પર દેખાશે.
3 પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ
તારા ઉદયના તેજ તરફ
ચાલ્યા આવશે.

પુનર્નિયમ 28 : 1 અને જો યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાળીને તું તેમને અમલમાં લાવશે, તો એમ થશે કે યહોવા તારા ઈશ્વર પૃથ્વીની સર્વ દેશજાતિઓ કરતાં તને શ્રેષ્ઠ દેશજાતિ કરશે.
2 અને જો તું યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળશે, તો આ સર્વ આશીર્વાદ તારા પર આવશે ને તને મળશે:
3 નગરમાં તું આશીર્વાદિત થશે, ને ખેતરમાં તું આશીર્વાદિત થશે.
4 તારા પેટનું ફળ, તથા તારી ભૂમિનું ફળ, તથા તારાં ઢોરનું ફળ એટલે તારી ગાયોનો વિસ્તાર તથા તારાં ઘેટંબકરાંનાં બચ્ચાં, આશીર્વાદિત થશે.
5 તારી ટોપલી તથા તારો થાળ આશીર્વાદિત થશે.
6 તું અંદર આવતાં તેમજ બહાર જતાં આશીર્વાદિત થશે.
7 તારા જે શત્રુઓ તારી સામે ચઢી આવે તેઓને યહોવા તારી આગળ માર ખવડાવશે. તારી સામે તેઓ એક માર્ગે ધસી આવશે ને તારી સામેથી સાત માર્ગે નાસી જશે.
8 યહોવા તારી વખારોમાં ને જેમાં તું તારો હાથ નાખે છે તે સર્વમાં તને આશીર્વાદ આપશે. અને જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તેમાં તે તને આશીર્વાદ આપશે.
9 જો તું યહોવા તારા ઈશ્વરની આજ્ઞાઓ પાળીને તેમના માર્ગોમાં ચાલશે, તો, જેમ યહોવાએ તારી આગળ પ્રતિજ્ઞા કરી છે તેમ, તે તને પોતાની પવિત્ર પ્રજા તરીકે સ્થાપશે.

show more

Share/Embed