Mari Baheni Mithaldi song ll Mumukshu ariha kumari ll aarhati virti ll
ARIHA SHARNAM GACHHAMI ARIHA SHARNAM GACHHAMI
1.14K subscribers
15,627 views
291

 Published On Dec 29, 2022

This song is dedicated to Mumukshu Arihaben by her sisters.

Song : Mari Baheni Mithaldi
Singer : Surbhi Shah , Virti Shah
( mumukshu's sisters)
lyrics : Guru maa
music : Manan Shah


આંખો આ ભીની ભીની તારા વિરહમાં હૈયું રહે છે આ ઉદાશ
પ્રીતડી આ જુનીજૂની તોડીને ક્ષણ માં ચાલી તું ગુરુવર ની પાસ
તે તો શમણાં સજાવ્યા મારા રોમ રોમમાં
વિયોગ તારો મને સહેવાયના...

તને વહાલથી વધાવું મારી બ્હેની મીઠલડી
મને છોડી ને કેમ જાય તું તોડી પ્રીતલડી
નેમની પ્રિતે ઘેલી મારી બ્હેની મીઠલડી
સદગુરુ સંગે પ્યારી પ્યારી જોડી પ્રીતલડી

સાથે સાથે પિતાના ખોળે રમ્યતા
વાતો વાતોમાં મીઠું મીઠુ ઝગડયાતાં
સાથે સાથે માતા ના હાથે જમ્યાતા
હાથોમાં હાથ પકડી સફર માં ભમ્યાતા
અને બ્રાહ્મી સુંદરી જેવી છે આપની પ્રીતલડી
મને છોડી ને કેમ જાય તું મારી બ્હેની મીઠલડી
તું પ્રેમ છે મારો હું તારી પ્રીતલડી
નયનો તું મારા હું તારી કિકી મીઠલડી
તું વહાલનો દરિયો હું તારી સરિતા મીઠલડી
તને વહાલથી વધાવું મારી બ્હેની મીઠલડી

તારી પ્યારી આંખો માં પ્રભુ ની પ્રતીતિ
સત્વ જગાડી છોડી સ્વજનોની પ્રીતિ
તારા પ્યારા હોઠો પર સંયમની ગીતી
પગલે પગલે છોડી સૌ સંસારી રીતિ
જિનશાસન છે તારું તું બને શાસનનો તારો
તારા સત્વ ને લાખો વંદન છે મારી બ્હેની મીઠલડી
તને ગુરુકુલ છે વ્હાલું તું બને ગુરુકુળની વહાલી
છલકાવી ને તુ ચાલી જીવપ્રેમની પ્યાલી
તારા પ્રેમનું અભિનંદન છે મારી બ્હેની મીઠલડી
તને વહાલથી વધાવું મારી બ્હેની મીઠલડી

show more

Share/Embed