ગબ્બરનો ગોખ રળિયામણો રે - દક્ષા બેન - નવરાત્રી 2024 (ગરબો લખેલો નીચે છે)
Nimavat Vasantben Tulsidas Nimavat Vasantben Tulsidas
211K subscribers
18,532 views
447

 Published On Sep 29, 2024

ગબ્બર નો ગોખ રળિયામણો રે
જગદંબા રમવા જાય મારી માવડી
ગબ્બર નો ગોખ રળિયામણો રે...

આસો મહિને આવ્યા નોરતા રે
ભક્તોની ભીડ જ્યાં થાય મારી માવડી
ગબ્બર નો ગોખ રળિયામણો રે...

ભક્તોના ભાવિક ગીતમાં રે
જગદંબા ગરબે રમવા જાય મારી માવડી
ગબ્બર નો ગોખ રળિયામણો રે...

શણગાર સજીને અંબા આવીયા રે
સખીઓને સાથમાં લાવે મારી માવડી
ગબ્બર નો ગોખ રળિયામણો રે...

નોરતા ની નવલી નવરાતે રે
જગદંબા ગરબે રમવા જાય મારી માવડી
ગબ્બર નો ગોખ રળિયામણો રે...

ચોસઠ જોગણીયુ ટોળે વળી રે
ધરતી ધમધમ થાય મારી માવડી
ગબ્બર નો ગોખ રળિયામણો રે...

ગરબા ની રમઝટ સહુ માણતા રે
જગદંબા રાજી રાજી થાય મારી માવડી
ગબ્બર નો ગોખ રળિયામણો રે...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

show more

Share/Embed