ગાય માતાની વિનંતી || ગુજરાતી કીર્તન || Radhe Krishna kirtan કિતૅન નીચે લખેલ છે
Radhe krishna kirtan Radhe krishna kirtan
63.6K subscribers
792,213 views
3K

 Published On Feb 12, 2023

એક ગાય ખેડૂતને વિનવે રે
મને રખડતી ના મેલ મને મરવા દે તારે આંગણે રે
મારા સોરુએ તારા ખેતર ખેડીયા રે
તારા અન્ન ના ભર્યા ભંડાર..... મને મરવા દે તારે આંગણે રે
એક ગાય...

મારા વાછરુ ને ભૂખ્યા ના રાખજે રે
તારા સોરુ ના ભરીયા પેટ.... મને મરવા દે તારે આંગણે
એક ગાય.....

ગાયના છાણ ના ઓરડા લીપીયા રે
ગાયના ગૌમૂત્ર પવિત્ર કહેવાય..... મને મરવા દે તારે આંગણે
એક ગાય....

મારા દૂધના વલોણા ફરતા રે
મારા ઘી ના તે દીવા થાય... મને મરવા દે તારે આંગણે રે
એક ગાય......


મારું દૂધ માહાદેવને ચડતું રે
મારા ઘીના તે હવન હોમ થાય.... મને મરવા દે તારે આંગણે રે
એક ગાય....

મારા શરીરને 33 કરોડ દેવ છે રે
મારી સીંગડીએ કૃષ્ણજી નો વાસ..... મને મરવા દે તારે આંગણે
એક ગાય.....

ગાય શીખે શુંણેને સાંભળે રે
એનો કૈલાશમાં વાસ થાય.... મને મરવા દે તારે આંગણે રે


#radhekrishnabhajan #satsangi_bhajan #ગુજરાતીકીર્તન #gujaratikirtan #kirtan #gujaratibhajan #radhekrishna

show more

Share/Embed