મોઢેશ્વરી માતા નું દેવસ્થાન મોઢેરા નો સંપુર્ણ ઇતિહાસ|| સતયુગ થી કલયુગ સુધીનો ઇતિહાસ
ENGINEERS EDUCATION ENGINEERS EDUCATION
43.1K subscribers
6,492 views
186

 Published On Sep 8, 2020

#ModheraSunTemple#modhera#history#gujarat#SunTemple#સૂર્યમંદિર#માતંગી માતા
મોઢેરાનો સંપુર્ણ ઇતિહાસ

મોઢેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરથી દક્ષિણ દિશામાં ૩૦ કિ.મી. અને અમદાવાદથી ૧૦૨ કિ.મી દૂર મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું ગામ છે. મોઢેરા પુષ્પાવતી નદીને કિનારે વસેલું એક પ્રાચીન સ્થળ છે. જે

૧૧મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી (ભીમદેવ પહેલા)ના શાસનકાળમાં બનાવવામાં આવેલા સૂર્યમંદિરને કારણે જગતભરમાં પ્રખ્યાત છે.

પુરાણોમાં આ વિસ્તાર ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો. આ પુરાણો અનુસાર જ્યારે રામે રાવણનો વધ કર્યો ત્યારે તેમણે વસિષ્ઠ ઋષિને એવા સ્થળની પૃચ્છા કરી જ્યાં તેઓ બ્રહ્મહત્યાનું પાપ ધોઇ શકે (રાવણ બ્રાહ્મણ હતો). વસિષ્ઠ મુનિએ તેમને ધર્મારણ્ય જવા કહ્યું, જે હાલના મોઢેરા નજીક હતું.
ધર્મારણ્યમાં રામે મોઢેરક ગામ સ્થાપ્યું અને ત્યાં યજ્ઞ કર્યો. ત્યારબાદ ત્યાં સીતાપુર ગામની સ્થાપના થઇ જે બેચરાજી મોઢેરકથી ૧૫ કિમી દૂર હતું. પછીના સમયમાં આ ગામ મોઢેરા તરીકે ઓળખાવા લાગ્યું.

સૂર્ય મંદિરની સ્થાપના સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇસ ૧૦૨૬માં કરી હતી.
ગામમાં જ્ઞાનેશ્વરી વાવ આવેલી છે, જે ૧૬-૧૭મી સદીની છે. આ વાવમાં સામાન્ય રીતે છેલ્લા માળમાં આવેલા મંદિરની જગ્યાએ પ્રથમ માળમાં મંદિર આવેલું છે
#gujarat_tourism
#matangi_devi_temple
#matangi_mata_story
#matangi_mata
#modheswari_mata
#ઇતિહાસ
#engineer's_education
#engineer
#general_knowledge
#kalyug
#satyug

show more

Share/Embed