Jya Jya Vase Ek Gujarati Tya Sada kaal Gujarat//Gujart Gaurav Song//Pratik Vaidya//Megha Chirag Shah
Sargam Musicals Sargam Musicals
2.97K subscribers
18,989 views
716

 Published On Apr 30, 2021

Singer : Megha Chirag Shah,Pratik Vaidhya
Music : Pratik Vaidhya
Recording : Sargham musicals , Kadi.
Video editing : Harshad Suthar and Bhupat suthar.
Lyrics : Shri Ardeshar Khabardar.

Special Thank :- Dr. jatin joshi (katch)






જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણા કિરણો દોડે ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હશે હેલાતી,તેના તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ગુર્જર વાણી, ગુર્જર લહાણી ગુર્જર શાણી રીત;
જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત.
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઇ ઝુઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઊછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અણકીધાં કરવાના કોડે અધૂરા પૂરા થાય;
સ્નેહ,શૌર્ય ને સત્ય તણા ઉર,વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અરદેશર ફરામજી ખબરદાર

show more

Share/Embed