ખોડીયારમાના મઢે બુધાભાઈના આંગણે - આઈશ્રી રૂપલમાં રામપરાની ભવ્ય પધરામણી | પાટણા જી.ભાવનગર તા.વલભીપુર
Rupal Maa Dham Status Official Rupal Maa Dham Status Official
35.2K subscribers
57,077 views
967

 Published On Sep 18, 2020

ગીરના ખોળામાં ખોબા જેવડું ગામ એટલે રામપરા ગામ, જેમાં ચારણ સમાજના ચારણ ધાનબાઈ નાં ખોળે તેમજ આલસુર આપાના નેહડે તા. ૧૪.૦૮.૧૯૯૦ ને શ્રાવણ વદ - ૮ (આઠમ )ને મંગળવાર ના રોજ આઇશ્રી નાગબાઈનાં ઉપાસક એવા જગદંબા સ્વરૂપે આઈશ્રી રૂપલમાં આ પાવનભૂમિ પર અવતર્યા. માત્ર ૧૦ વર્ષની ઉમરે જ ચારણ સમાજની પરંપરા મુજબ તા. ૧૫.૦૪.૨૦૦૧ ને ચૈત્ર વદ - ૭ (સાતમ) ને રવિવારનાં દિવસે ચારણોનાં સાડા ત્રણ પહાડાનું સંમેલન તથા નવચંડી યજ્ઞનું પણ ભવ્ય આયોજન કર્યું. આજે આ ધામમાં છેલ્લા વીસ વર્ષથી અવિરત પણે અન્નક્ષેત્ર અને ગૌશાળા પણ કાર્યરત છે


:: ભક્ત સમુદાય પર આઈમાંની કૃપા ::
આઈશ્રી રૂપલમાંનાં પાવનકારી દર્શન કરતાજ ભક્તજનોના જીવનમાં જાણે શીતળરૂપી અલૌકિક પ્રકાશ પથરાય છે આ ધામમાં કોઈ પણ પ્રકારનો જ્ઞાતિ જાતી કે ધર્મના નામે ભેદભાવ જોવા મળતો નથી.આઈમાં દરેક ભક્તો પ્રત્યે સમદ્રષ્ટી,સમભાવ રાખે છે અને ચારણ સમાજમાં નવ લાખ લોબડીયાળીઓમાં આઈશ્રી રૂપલમાંએ કળિયુગમાં પણ ઘણા પારણાં બંધાવ્યા છે તેમજ કેટલાક ભક્ત જનોની મનોકામના પૂર્ણ કરી છે જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી એટલેજ કે આઈમાં દોરા - ધાગા, ધુણવા કે અંધશ્રદ્ધામાં માનતા નથી

આઈશ્રી રૂપલમાંને આધ્યાત્મિક પર્વો અને પ્રસંગો ખુબજ પ્રિય છે
જેઓ વિશ્વકલ્યાણઅર્થે આવા ધાર્મિક પ્રસંગો ઉજવે છે

show more

Share/Embed