એકાદશી નિમિત્તે - સંધ્યા સમયે શ્રી કૃષ્ણ પધાર્યા - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)
Nimavat Vasantben Tulsidas Nimavat Vasantben Tulsidas
211K subscribers
1,286 views
91

 Published On Oct 10, 2024

સંધ્યા સમયે શ્રી કૃષ્ણ પધાર્યા ગાયો ચરાવી ઘેર આવ્યા રે
ગોપ ગોવાળ સૌ ધેનુ ચરાવે માવો તે મોરલી વગાડે રે...

આગળ ગાયુંને પાછળ ગોવાળ
વચમાં વાલો ગીરીધારી રે
રજે ભરાણા મારા લાલા લાડીલા
માતાજી મુખડાં નિહાળે રે
સંધ્યા સમયે શ્રી કૃષ્ણ પધાર્યા ગાયો ચરાવી ઘેર આવ્યા રે...

સોનાની થાળી રત્ન જડેલી
કપૂર જ્યોત જગાવે રે
આરતી ઉતારે જશોદા માતા
ઘણું જીવો ગોપાલ રે
સંધ્યા સમયે શ્રી કૃષ્ણ પધાર્યા ગાયો ચરાવી ઘેર આવ્યા રે...

આરતી ઉતારીને રાય લુણ લીધા
માતાજી મનમાં હરખાણા રે
સોનાના લોટા જળ ભરેલા
પગ પખાળે મારો વાલો રે
સંધ્યા સમયે શ્રી કૃષ્ણ પધાર્યા ગાયો ચરાવી ઘેર આવ્યા રે...

જમવા પધારો મારા લાલ લાડીલા
પીરસે જશોદા માતા રે
દહીં દૂધને ઘેવર મેવા
જોઈએ તે આરોગો ને
સંધ્યા સમયે શ્રી કૃષ્ણ પધાર્યા ગાયો ચરાવી ઘેર આવ્યા રે...

સોનાની જારી જમુનાની ભરી
આચમન કરો ને નંદલાલા રે
લવિંગ સોપારીને પાનના બીડલા
મુખવાસ કરો ને નંદલાલા રે
સંધ્યા સમયે શ્રી કૃષ્ણ પધાર્યા ગાયો ચરાવી ઘેર આવ્યા રે...

સામા મળ્યા ભખુભાણ દુલારી
રંગ ભર રાસ રમાડ્યા રે
સંધ્યા સમયની આરતી જે ગાશે
વ્રજમાં વાસ એનો થાશે રે
સંધ્યા સમયે શ્રી કૃષ્ણ પધાર્યા ગાયો ચરાવી ઘેર આવ્યા રે...

ગાશે ગવડાવશે તે ગંગામાં નાશે
સાંભળનારા તરી જાશે રે
દાસ વલ્લભ ચરણરજ માગે
આપો શ્રી વ્રજમાં વાસ રે
સંધ્યા સમયે શ્રી કૃષ્ણ પધાર્યા ગાયો ચરાવી ઘેર આવ્યા રે...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

show more

Share/Embed