છેલ્લા 33 વર્ષથી આ ગામની દૂધ મંડળીમાં ચાલે છે મહિલાઓનો વહીવટ
Local18 Gujarat Local18 Gujarat
4.86K subscribers
532 views
4

 Published On Sep 5, 2023

Raj Chaudhary,Sabarkantha: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા ડોડીસરા ગામની દૂધ મંડળીમાં સંપૂર્ણ ડેરી કર્મચારીઓ મહિલાઓ છે. આ ડેરીમાં ચાર કર્મચારીઓ છે અને ચારેય કર્મચારી મહિલાઓ છે,જેમાં છેલ્લા ૩૩ વર્ષથી જશોદાબેન નીનામા સેક્રેટરી તરીકેની ફરજ બજાવી રહ્યા છે.આ ઉપરાંત અન્ય ત્રણ મહિલાઓ પણ ટેસ્ટર,ચેરમેન અને મદદનીશ છે.100% સ્ટાફ મહિલા ભિલોડા તાલુકાનું મોટા ડોડીસરા ગામ અંતરિયાળ વિસ્તારમાં ડુંગરોની વચમાં વસેલું ગામ છે.ગામમાં છુટાછવાયા અનેક ઘર છે અને મોટાભાગના લોકો આદિવાસી સમાજના છે.અહિના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.જેમાં પશુપાલન કરતા લોકોને દૂધ ભરાવવા દૂધ મંડળીના તમામ કર્મચારીઓ મહિલાઓ છે.સામાન્ય રીતે કોઈપણ દૂધ મંડળી કે સેવા મંડળીમાં મહિલા કર્મચારી જોવા નથી મળતા જ્યારે ડોડીસરા ગામમાં 100% સ્ટાફ મહિલાઓ છે.તેત્રીસ વર્ષથી જશોદાહેન સેક્રેટરી આ ગામની દૂધ મંડળીમાં કુલ ચાર મહિલા કર્મચારીનો સ્ટાફ છે.જેમાં સેક્રેટરી તરીકે છેલ્લા 33 વર્ષથી જશોદાબેન નીનામા ફરજ બજાવે છે.આ ઉપરાંત ટેસ્ટર સંગીતાબેન નિમામા,મદદનિશ નિરૂબેન નિનામા અને ચેરમેન તરીકે તારાબેન નિનામા ફરજ બજાવે છે.આટલા ગામો અહિં દૂધ ભરાવે છે મોટા ડોડીસરાની દૂધ મંડળીમાં આસપાસના ગામો હાથીયા,નાના ડોડીસરા,ધંધાસણ અને રાયપુર જેવા ગામોના લોકો પણ દૂધ ભરાવવા માટે આવે છે.અહીં કુલ 109 જેટલા ગ્રાહક છે જે સવાર-સાંજ બે ટર્મનું દૂધ ભરાવે છે.આટલુ દૂધ ભરાય છે મોટા ડોડીસરાની દૂધ મંડળીમાં 220 જેટલા સભાસદો છે.જેમાંથી 109 ગ્રાહકો અત્યારે દૂધ ભરાવી રહ્યા છે.એક ટર્મમાં 300 લીટર થી વધુ દૂધ સાબરડેરી સુધી પહોંચે છે જેમાં સાબર ડેરીની ગાડી આવી સવાર સાંજ કેન મારફતે દૂધ લઈ જાય છે.જશોદાબેન નિનામા 33 વર્ષ બાદ પણ કર્મશીલ મોટા ડોડીસરા ગામની ડેરી જ્યારથી શરૂ થઈ છે ત્યારથી આજ સુધી અહીં મહિલા કર્મચારીઓ જ આવે છે.જ્યારે અગાઉ પણ બે જેટલા મહિલા કર્મચારી આવીને રિટાયર્ડ થયા છે.સેક્રેટરી જશોદાબેનનો પણ નિવૃત્ત થવાનો સમય થઈ ગયો હોવા છતાં કર્મશીલ જશોદા બહેનનું કહેવું છે કે,તેમના પછી સેક્રેટરીની કમાન અન્ય કોઈ સંભાળી શકવા સક્ષમ નથી,એના કરતા મને જ આ કામ કરવામાં ખૂબ આનંદ આવે છે અને જો મંડળી મને પગાર નહીં આપે તો પણ હું આ કર્મ કરતી રહીશ.ગામની મહિલાઓ અને પશુપાલકોનો પ્રેમ પણ એટલો છે કે તેઓને નિવૃત્ત થવાનો ક્યારેય વિચાર આવતો નથી.સમસ્યા - મંડળીનું કોઈ મકાન નહિ મહિલા દૂધ મંડળી અને મહિલા સશક્તિકરણ ની વાતથી હટીને અન્ય એક હકીકત જોવામાં આવે તો ગામમાં જ્યારથી દુધ મંડળી શરૂ થઈ છે ત્યારથી ગામની દૂધ મંડળી નું કોઈ પોતાનું મકાન નથી. આજ દિન સુધી અહીં દૂધ મંડળીના નામે ગામના કોમ્યુનિટી હોલમાં જ લોકો દૂધ ભરાવવા આવે છે.જેની અનેકવાર ગામ લોકોએ તથા કર્મચારીઓએ જિલ્લાકક્ષા સુધી માંગ કરી હોવા છતાં દૂધની દૂધ મંડળીનું મકાન બને તેવી માત્ર આશાઓ જ આપવામાં આવે છે.

ન્યૂઝ18 લોકલ એ એક હાઇપરલોકલ પ્લેટફોર્મ છે, જ્યાં તમને જિલ્લાઓના તાજા સમાચાર અને વીડિયો ગુજરાતી ભાષામાં પ્રાપ્ત થશે. ન્યૂઝ18 લોકલમાં તમને તમારી આસપાસ બનતા બનાવો, નાગરિકોને પડતી મુશ્કેલીના સમાચાર, વિવિધ ઉપયોગી માહિતી, તહેવારોની મહિતી, અભ્યાસ, નોકરીની તકો, વિવિધ જાહેરાત, સાફલ્ય ગાથા, તમારી આસપાસના ઐતિહાસિક તેમજ પ્રવાસન સ્થળોની માહિતી મળશે.

Follow us @

  / news18gujarati  
  / news18gujarati  
  / news18gujarati  

show more

Share/Embed