કાનુડાનો હેલો 👌||મારો કાનુડો જગમગ થાય ||👇 લખેલું છે || Maro Kanudo jagmag Thai || kanuda no hello
prakriya voice prakriya voice
18.5K subscribers
2,766 views
50

 Published On Aug 24, 2024

કાનુડાનો હેલો 👌||મારો કાનુડો જગમગ થાય ||👇 લખેલું છે || Maro Kanudo jagmag Thai || kanuda no hello



હે માવાની મોરલીયે મારા મનડા હરી જાય
________🙏🌹🙏________
હે માવાની મોરલીયે મારા મનડા હરી જાય
દ્વારકા નગરીનો એ તો મીઠો દેવ કહેવાય
હોજી રે મારો કાનુડો જગમગ થાય

હે જન્મ્યો તું જેલમાં ને કાળી ભમ્મર રાતે
સેષ નાગ છાયા કરે વાસુ હાલ્યા જાય
મારો કાનુડો જગમગ થાય

હે જુમી ઉઠે જશોદાને પિતા નંદરાય
નંદ ઘેર આનંદ ભયો ગોકુળમાં ગવાય
હોજી રે મારો કાનુડો જગમગ થાય

હે ભરી રે સભામાં જેની લાજ રે લેવાય
દ્રોપદીના ચીર પુરવા મારો વાલો આવી જાય
હોજી રે મારો કાનુડો જગમગ થાય

હે કુરુના મેદાનમાં રથને પાછો પાડે
વાહ કર્ણ વાહ કર્ણ અર્જુનને સંભળાવે
હોજી રે મારો કાનુડો જગમગ થાય

હે સુદામા ના મનની વાતો જાણી જાય
કંચનના મહેલ ચણી દીધા જાદવ રાય
હોજી રે મારો કાનુડો જગમગ થાય

હે ઝેર પીધા જાદવ તે મેવાળ ની માય
ગિરધરના ગુણ રાણી મીરાબાઈ ગાય
હોજી રે મારો કાનુડો જગમગ થાય

હે કુંવરબાઈના મામેરા કાનુડો પૂરી જાય
નરસિંહ મહેતાની સાચી ભક્તિ કહેવાય
હોજી રે મારો કાનુડો જગમગ થાય

હે તુલસીની માળા એ કાનો રાજી થાય
બોડાણા નું ગાડું હાકી રણછોડરાય કહેવાય
હોજી રે મારો કાનુડો જગમગ થાય

હે ખેલૈયો ખાંડીયો તેદી બીલખા ની માય
દંપતીના વ્રતે વાલો દર્શન દઈ જાય
હોજી રે મારો કાનુડો જગમગ થાય

હે માટીના ઘોડા બનાવી હવામાં ઉડાડે
ત્રણ તાલી પાડી એ તો રમતું માંડી નાખી
હોજી રે મારો કાનુડો જગમગ થાય

હે મૂર્તિમાંથી મુખ ખોલી બોગણું દૂધ પીધું
ભોળા ચરણનું તે ભોળપણ જોઈ લીધું
હોજી રે મારો કાનુડો જગમગ થાય

હે ભાણસાહેબે દાતણ ની ચીરી કરી આપી
મેઘા બાપા મેઘા એ આંગણે રોકી નાખી
હોજી રે મારો કાનુડો જગમગ થાય

હે ગીતાનો સાર કાનો એવો કહી જાય
હણે એને હણવામાં પાપ ના કહેવાય
હોજી રે મારો કાનુડો જગમગ થાય

કે અસંખ્ય છે પરચા એના ગણ્યાના ગણાય
જય મારા દ્વારકા ધીશ ની બોલાય
મારો કાનુડો જગમગ થાય

હે દ્વારકાવાળા ની ગાથા ભક્તો સૌ સાંભળે
કાનુડા ના ગુણલા ભકત મંડળ ગવડાવે
મારો કાનુડો જગમગ થાય



🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹

નમસ્તે મિત્રો ! prakriya voice ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏

મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏


#prakriyavoice
#કાનુડાનોહેલો
#કૃષ્ણજન્મનાભજન
#કૃષ્ણભજન
#હનુમાનભજન
#શિવભજન
#રામભજન
#દ્વારકાધીશભજન
#રસીલાબેનઠુંમરનાભજન
#ભાવિકાગોંડલીયાનાભજન
#ભક્તિઆહીરનાભજન
#હેમંતચૌહાણનાભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
#gujaratibhajan
#bhaktigeet
#bhajan-kirtan-satsang
#kirtan
#Vilasvekariya
#bhavnabhajan
#bhaktiaahir
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન_નિમાવત
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત


Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use

show more

Share/Embed