JALUU ❤️સાથે FAST VLOGS 😍 | ધાતરવડ | વિર માંગડા વાળા ના કોઠા ના દર્શન
Gujju traveller  VLOGs Gujju traveller VLOGs
495 subscribers
460 views
0

 Published On Sep 3, 2024

અહીં પ્રાચિન સમય મા 'ઘાતરવડ' નામનું એક વિશાળ નગર હતું.જ્યાં 'એભલવાળા'અને 'અરશીવાળા' બેઈ રાજપુત ભાઈઓ ના રાજ હતા....

આજે તો એના અવશેષો પણ ડેમ મા ડુબી ગયા છે,બચ્યા છે પ્રાચિન ગઢ ના થોડાક કાંગરા અને માંગડાવાળા ને નામે ઓળખાતો ઉજ્જડ કોઠો.

આ એભલવાળાનો દિકરો એજ 'વિર માંગડાવાળો'

માંગડાવાળા અને સતી પદ્માવતી ની પ્રેમકહાની ખુબજ પ્રચલિત છે...'ઝવેરચંદ મેઘાણી' ની કલમે પણ અમુક વાતો લખાણી છે.

ઘણા વર્ષો પહેલા એક વહિવંચા બારોટ ઉજ્જડ અને વેરાન ગઢ ના કોઠા નજીક આવી ચડ્યા...સંધ્યા નો સમય થયો હતો અને બારોટ ને ઘોડા નો 'ચાડીપો' એટલે થાક પણ ખુબ લાગેલો અહીં આવતા એને એક અંતરીયાળ દરબારગઢ નજરે ચડ્યો....એની ડેલી મા મશાલો ના ગજરબોળ છુટે છે...બારોટ ને થયું "માળુ કોક ગરાસીયા ના ખોરડા છે,જો રાતવાસો મલી જાય તો થાક ઉતારી લઉં"

બારોટ નો ઘોડો ડેલી મા દાખલ થયો એને આવતા જોઈ ને એક સફેદ વસ્ત્રધારી પુરુષે આવી ને બારોટ ને આવકાર્યા...ઢોલીયો ઢાળ્યો...થોડીવાર થઈ ત્યા એક પાંચાળ ની પદમણી જેવી ભેંશ ડેલી મા દાખલ થઈ. એને દોહવા માટે એક અથોક સ્વરૂપવાન બાઈ આવી....છલકતું બોઘરુ ભરી ને બાઈ...ઓરડા મા ગઈ.

બાજોઠ ઢળ્યાઈ ગયા, દરબાર અને બારોટ સાથે વાળ્યું કર્યા...પછી સુતા...બારોટે ઓળખાણ માંગી એટલે દરબારે કહ્યું..." બારોટજી વખા ના માર્યા અહીં રહીએ છીએ...ઓળખાણ આપવામા માલ નથી.કોઈ આંહ્યા આવતું નથી...કારણ અહીં માંગડાવાળા નું ભુત થાય છે એવી અફવા છે એટલે અમે નિરાંતે રહીએ છીએ."

થોડી આડીઅવળી વાતો કરી ને બારોટજી પોઢી ગયા...

સવા પહોર દિવસ ચડ્યો ત્યાં સુધી બારોટ ની નીંદર ન ઉડી...પણ,જ્યાં ઉઠી ને જોયું તો,ન મલે દરબાર ગઢ ન મલે દરબાર કે નમળે અથોગ સ્વરૂપવાન સ્ત્રી......

અને પોતાનું ઘોડું એક બોરડી ના ઝ।ળાપાસે ઉભું ઉભું હણહણે છે.....

બારોટ તો એકદમ સફાળા જાગી ને અવાચક બની ગયા...એને અરેરેરે....આ શું....?

રાત ની રચના ક્યા ગઈ....!!!

હું સપનું તો નથી જોતો ને...?

કાંડુ કરડ્યું....ના, સપનું નથી જાગૃત છું.

અને બારોટ ભાગ્યા....સામે ગામ આવ્યા ને, ગામ લોકો ને ધ્રુજતા ધ્રુજતા રાત ની બનેલી હકીકત કહી...

ત્યારે એક વૃધ્ધ અને અનુભવી પુરુષ કહે છે કે... "બારોટજી તમે રાત રોકાયા ને એજ ધાતરવડ નો જુનો ટીંબો,તમે ભાગ્યશાળી કે તમને વિરપુરુષ માંગડાવાળા અને સતી પદ્માવતી ના દર્શન થયા બાકી તો એ અથરી જગ્યા મા જતા લોકો ડરે છે તમે અજાણ્યા એટલે જઈ ચડ્યા...."

બારોટે કહ્યું "પણ મારા જીવાદોરી સમાન યજમાન ના ચોપડા મે રાતે દરબાર ને સાચવવા આપેલા અને એ ચોપડો દરબારે ઠકરાણા ને આપેલો.... એ ચોપડા નું હવે શું કરવું..?"

ત્યારે અનુભવી કહે છે..." બારોટ જી કાળીચૌદશ ને દિવસે માંગડાવાળા આ ટીંબે રાત રહે છે જો તમારી છાતી કબુલતી હોય તો...આવતી કાળીચૌદશે તમે ત્યાં જજો...વિરપુરુષ માંગડાવાળા તમારા ચોપડા જરૂર પાછા આપશે."

બારોટ વળી કાળ્યીચૌદશે સાંજે આ ટિંબે ગયા...કહેવાય છે માંગડાવાળા એ ખુબ પ્રેમ થી બારોટ ને આવકાર્યા અને કહ્યું "બારોટજી હું તમારી વાટ જ જોતો હતો"

બારોટે કહ્યું "ભલે બાપ...માંગડા એભલ ના તારી તો સાત ભવ સુધી નામના રહેશે...."આમ કહી બારોટે માંગડાવાળા ના એકસો ને એક દુહા કહ્યા....

માંગડાવાળા અને સતી પદ્માવતી એ પ્રેમ થી દુહા સાંભળ્યા....અને પછી કહ્યું "બારોટજી આ તમારી જીવાદોરી સમા ચોપડા સ્વિકારો પણ હવે આ ચોપડા ની છાંટ ઓશીકે રાખી ને પોઢજો બારોટજી...!!"

સવારે બારોટે જોયું તો એ છાંટ મા ચોપડા ની સાથોસાથ ખીચોખીચ સોનામહોર પણ ભરી હતી....

-'સ્વ શ્રી કાનજીભુટા બારોટ' કથીત વાર્તા માથી સારાંશ..

જય વિર માંગડા વાળા દાદા. હર હર મહાદેવ

આવાજ વધારે વિડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરતા જાજો.



 Instagram : https://www.instagram.com/gujju_trave...

 Instagram :https://www.instagram.com/jaluu_bambh...

 facebook : https://www.facebook.com/profile.php?...

 YouTube :   / @rutuu_2212_vlogs  

show more

Share/Embed