નિવૃત્તિ શુભેચ્છા સમારંભ । કુસુમબેન એડવિનભાઈ પરમાર | Kusumben Edvinbhai Parmar
BBN Channel BBN Channel
34.6K subscribers
2,962 views
82

 Published On Jul 9, 2023

Farwell program of Kusumben Edvinbhai Parmar

નિવૃત્તિ શુભેચ્છા સમારંભ । કુસુમબેન એડવિનભાઈ પરમાર

નડિયાદ જે. કે. પાર્ક 2 ખાતે રહેતા કુસુમબેન એડવિનભાઈ પરમાર વયમર્યાદાના લીધે તા. 30 06 -2023 ના રોજ સરકારી નર્સ તરીકે નિવૃત્ત થયા છે. કુસુમબેન પરમારે ગવર્મેન્ટ ઓફ હેલ્થ ડિપાર્ટમેન્ટ - ગુજરાતમાં 33 વર્ષ સુધી નોકરી કરી.

તા. 01-07-2023 ના રોજ ક્રાઈસ્ટ ધ કિંગ ચર્ચ, મિશન રોડ - નડિયાદ ખાતે નિવૃત્તિ શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભુના આભાર અને મહિમા બાદ આ ક્રાયક્રમ દરમ્યાન કુસુમબેનની અવિરત સેવાઓ અને કુટુંબ અને બીજા માટે આપેલ બલિદાનોની માહિતી તેમના વહાલસોયાં દીકરી અને દીકરા દ્વારા રજુ કરવામાં આવી હતી.

તેમના પતિ સ્વ. એડવિનભાઈના અવસાન બાદ સક્ષમ માતાની સાથે એક જવાબદાર પિતા બની બંને બાળકોનો પ્રેમ, ઉછેર, શ્રેષ્ઠ અભ્યાસ તથા બાળકોના લગ્ન સુધીની જવાબદારીઓ અદા કરી. આ સાથે કૌટુંબિક, ધાર્મિક અને સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરતા સુખ અને દુઃખની મુસાફરીની તેમની યાત્રા સૌ માટે માટે ઉત્તમ ઉદાહરણ બની રહ્યાં.

આ સુંદર પ્રસંગે ક્રાઈસ્ટ ધ કિંગ ચર્ચના સભાપુરોહિત રેવ. ફાધર જોસેફ અપ્પાઉ સહાયક સભાપુરોહિત રેવ. ફાધર પિયુષ તથા રેવ. ફાધર નટુ તથા સંત ઉર્સુલા મંડળના તથા કાર્મેલાઇટ સાધ્વીબહેનો તથા સગાંસબંધીઓ હાજર રહ્યાં હતાં.

Brotherhood, Love and Peace
   / bbnbhumel   BBN Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.
#kusumbenparmar #nurse #farewell

show more

Share/Embed