સત્સંગ ના ચમત્કાર... સાસુ કરે સત્સંગ.... હુ કરે કાવતરા... ખૂબ જ સરસ સમજવા જેવું ભજન 👇 છે
Rajni Voice Gujarati Rajni Voice Gujarati
10.8K subscribers
135,071 views
938

 Published On Mar 23, 2024

સત્સંગ ના ચમત્કાર... સાસુ કરે સત્સંગ.... વહુ કરે કાવતરા... ખૂબ જ સરસ સમજવા જેવું ભજન 👇 છે




નાની ઉંમરમાં હું તો ભગતી રે કરતી
સત્સંગ નો લાગી ગયો રંગ ભગતી ભગવાનની

પ્રભુની દયાથી મારે ડાહ્યા છે દીકરા
એને ઘણા લડાવ્યા લાડ ભગતી ભગવાનની

મજૂરી કરીને દીકરો પરણાવ્યો
લાડે કોડે લાવ્યા વહુ ભક્તિ ભગવાનની

ભણેલી વહુ ને ભક્તિ ન ફાવે
આંખોમાં વરસે છે ઝેર ભક્તિ ભગવાનની

વહુ તો દીકરાને એમ જ કહે છે
તારી માં ભજન માં જાય ભક્તિ ભગવાનની

દીકરો વહુ ને એમ જ કહે છે
ભજનમાં જાય તો જાવા દેજે
એની ઉંમર થઈ છે 50 ભજનમાં જાવા દે

દીકરાની વહુએ મનમાં વિચાર્યું
હવે કરું ડોશીના એવા હાલ ભજનમાં જાવા દે

વહુ સાસુ ને ખાવા ન દે એ
એના ભાણામાં ભેળવ્યું ઝેર ભજનમાં જાવા દે

સાસુજી તો જમવા બેઠા
થઈ ગયા 56 ભોગ ભક્તિ ભગવાનની

વહુ બેટા ખાવાનું પાછું લઈ જાજો
થઈ ગયા 56 ભોગ ભક્તિ ભગવાનની
આ તો ખાસે આખો પરિવાર ભક્તિ ભગવાનની

વહુ તો એક પેટી લઈ આવ્યા
એમાં બેઠો છે કાળો નાગ ભજનમાં જાવા દે

સાસુજી આ પેટી રે ખોલો
સાસુજીએ પેટી તો ખોલી
નીકળ્યો નવ લખો હાર ભક્તિ ભગવાનની

વહુ બેટા આપેટીને લઈ જાવ
પહેરો તમે નવ લખો હાર ભજનમાં જાવા દે

વહુ તો મોટું પિંજરું લઈને આવી
એમાં બેઠો એક સિંહ ભજનમાં જાવા દે

સાસુજી તમે પાંજરું ખોલો
સાસુજીએ પાંજરું ખોલ્યું.
એમાંથી નીકળી ગોરી ગાય ભક્તિ ભગવાનની

સાસુ કહે વહુ ગાય લઇ જાઓ
તારા છોકરાઓ પીશે દૂધ ભજનમાં જાવા દો

વહુ તો એક ગાડી લઈ આવી
એમાબેઠા છે ચાર ડાકુ ભજનમાં જાવા દે

સાસુએ તો ગાડી સામે જોયું
એમાં બેઠા છે સાધુ સંતો ભજન ભક્તિ
ભગવાનની

વહુ બેટા એનું નામ જ લઈ લ્યો
થાશે બેડો પાર ભજન ભક્તિ ભગવાનની

હરી ના ગુણલા જે કોઈ ગાશે
વ્રજમાં થાશે એનો વાસ ભક્તિ ભગવાનની

નાની ઉંમરમાં ભક્તિ રે કરતી સત્સંગનો
લાગી ગયો રંગ ભક્તિ ભગવાનની

show more

Share/Embed