શૂન્ય પાલનપૂરી - ગુજરાતી ગઝલના ગઢ ‌- રઈશ મનીઆરની મહેફિલ
RAEESH MANIAR RAEESH MANIAR
5.97K subscribers
28,663 views
694

 Published On Sep 4, 2020

પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે.
તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.
આ અમર પંક્તિઓના સર્જક મહાન શાયર શૂન્ય પાલનપુરીના જીવન અને કવન વિશેનું મારું આ વક્ત્વ્ય છે. પહેલા અસ્મિતા પર્વમાં રજૂ કર્યું ત્યારબાદ ઓમ કોમ્યુનિકેશનના ઉપક્રમે રજૂ કર્યું જેની આ વિડિયો છે. ઓમ કોમ્યુનિકેશન દ્વારા સાહિત્યસેવાની ધૂણી ધખાવીને બેઠેલા કવિ શ્રી મનીષ પાઠક શ્વેતનો હું આ વિડિયો માટે આભારી છું. આ વિડિયો એમના કાર્યક્રમમા અંશ છે.

મિત્રો આપને આ પોસ્ટ ગમી હોય તો like કરશો. હજુ સુધી ચેનલ subscribe ન કરી હોય તો કરી દેશો. આ પોસ્ટની લિંક કોપી કરીને આપના સમરસિયા મિત્રો સાથે લિંક ફેસબૂક, વોટસ એપ વગેરે એપ પર શેર કરી શકો છો. આપના પ્રોત્સાહન અને હૂંફથી અમને આવી વધુ વિડિયો બનાવવાનો ઉમળકો પ્રાપ્ત થશે.

ગુજરાતી ભાષામાં શિષ્ટ હાસ્ય અને સાહિત્યની સાથે સાથે જીવનઉપયોગી પોસ્ટ ક્રિએટ કરવાનું મારું લક્ષ્ય છે. ક્યારેક કવિ તરીકે, ક્યારેક કલાકાર તરીકે, ક્યારે મનોરંજન લઈને તો ક્યારેક મોટીવેશન લઈને હાજર થઈશ. આવી વધુ સામગ્રી માટે આપ મારા ફેસબૂક પેજ “રઈશ મનીઆરની મહેફિલ” વિઝિટ કરી શકો છો.

show more

Share/Embed