શ્રી વિનોદ ભટ્ટ - એક મુલાકાત
Pratilipi (Gujarati) Pratilipi (Gujarati)
11.6K subscribers
12,352 views
246

 Published On May 2, 2017

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહી ચૂકેલ ગુજરાતી ભાષાના ખુબજ જાણીતા હાસ્યલેખક એટલે શ્રી વિનોદ ભટ્ટ. અભ્યાસે બી.એ એલ.એલ.બી. એવા શ્રી વિનોદ ભટ્ટ હાલમાં ગુજરાતના જાણીતા સમાચારપત્રો અને સામયિકોમાં કટારલેખન કરી રહ્યા છે. 'મગનું નામ મરી' અને 'ઇદમ તૃતીયમ' એ એમની જાણીતી કટાર છે. 'વિનોદ ની નજરે', 'વિનોદ વિમર્શ', 'અમદાવાદ એટલે અમદાવાદ' જેવા અનેક પુસ્તકો, 'નર્મદ', 'હાસ્યમૂર્તિ જ્યોતીન્દ્ર દવે' જેવા ચરિત્રો તથા 'હાસ્યાયન', 'ગુજરાતી હાસ્યધારા' જેવા અદ્દભુદ સંપાદન પણ તેઓશ્રીએ આપ્યા છે. તેમના ઘણા પુસ્તકોનો હિન્દી, બંગાળી, મરાઠી ભાષાઓમાં અનુવાદ પણ થયેલ છે. તેઓશ્રી "કુમાર ચંદ્રક", "રણજિતરામ સુવર્ણચંદ્રક", "જ્યોતીન્દ્ર દવે હાસ્ય પુરસ્કાર" અને "રમણભાઈ નીલકંઠ પારિતોષિક' જેવા પુરસ્કારોથી સન્માનિત છે. આવો માણીએ ખુલ્લાદિલની વાતચીત શ્રી વિનોદ ભટ્ટ સાથે

show more

Share/Embed