આઠમની રાતડી સાંભળજો વાતડી 🌹સર્વે દેવી નો ગરબો🌹 ગુજરાતી ગરબા લખેલા
wish u gujrat wish u gujrat
28.5K subscribers
158 views
7

 Published On Oct 9, 2024

આઠમની રાતડી સાંભળજો વાતડી 🌹સર્વે દેવી નો ગરબો🌹 ગુજરાતી ગરબા લખેલા
#આઠમની_રાતડી_સાંભળજો_વાતડી #સર્વે_દેવી_નો_ગરબો #ગુજરાતી_ગરબા_લખેલા
My quarries
#આઠમનીરાતડીસાંભળજોવાતડી
#Gujarati_song
#Satsang
#ગુજરાતી_ગરબા
#Gujarati_Bhajan
#Gujarati_garba_song
#Gujarati_satsang
#wish_u_gujrat
#Gujarati_Song
#Garba_Song
#ગુજરાતી_ગીત
#ગુજરાતી_ભજન

🌹🌹🌹🌹🌹

અંબાજી આવજો આનંદ વરસાવ જો
નવલી નવરાત્રી ની રાત,માવડી ગરબા ઘુમાવજો

આઠમની રાતડી સાંભળજો વાતડી
મંડપને શોભાવો માત,માવડી ગરબા ઘુમાવજો

ચારે દિશાએ મેં તો તોરણ બંધાવ્યા
પાળી છે ફુલડા ની ભાત,માવડી ગરબા ઘુમાવજો

અગર ચંદનના ધૂપ મેં તો કીધા
તેડાવુ ભક્તોની નાત,માવડી ગરબા ઘુમાવજો

મંડપના ચોકમાં મોતીડા વેરાવ્યા
ફરતી મૂકી છે દીપમાળ,માવડી ગરબા ઘુમાવજો

જોજો જગદંબા એકલા ન આવશો
ચાચર નો ચોક છે વિશાળ,માવડી ગરબા ઘુમાવજો

બહુચર ,ચામુંડા ,તુલજા ભવાની
સાથે હરસિધ્ધિ માતા,માવડી ગરબા ઘુમાવજો

પ્રેમે તેડાવજો પાવાગઢ વાળી
આશાપુરા માતાની સાથ,માવડી ગરબા ઘુમાવજો

હિંગળાજ ખોડીયાર વ્રજેશ્વરી માતને
નોતરજો મંડપની માય ,માવડી ગરબા ઘુમાવજો

ખંજા લાવ માતાને માંડલ થી લાવજો
રાંદલ માં ને લઈને સાથ,માવડી ગરબા ઘુમાવજો

મમ્મા દેવીને સમુદ્રી માત
મેલડીને કરજો મનવાર,માવડી ગરબા ઘુમાવજો

મહાલક્ષ્મી માતા તમે વેલા વેલા આવજો
ગાત્રાડ માતા ને સાથે લેતા આવજો
ચાચર નો ચોક છે વિશાળ,માવડી ગરબા ઘુમાવજો

સર્વે દેવોના સ્વાગત કરશું
પહેરાવશુ ફૂલડાના હાર, માવડી ગરબા ઘુમાવજો

🌹🌹🌹🌹🌹

નાગપુર સત્સંગ મંડળ ના
🌹આપ સૌને જય શ્રી કૃષ્ણ🌹

show more

Share/Embed