લોકગીતનો સુંદર અર્થ | સવા બશેરનું દાંતરડું | રઢિયાળી રાત| ઝવેરચંદ મેઘાણી | kanji makwana
Nani Nani vato Nani Nani vato
305 subscribers
6,925 views
0

 Published On Jun 11, 2024

આપણા લોકગીતોમાં સ્ત્રીઓનાં કેવા કેવા સર્વે મનોભાવો ઝિલાયા છે, એમાં એની મૂંઝવણ છે, મનોમંથન છે, મનોવ્યથા છે, પ્રેમ છે, પરીવારભાવના છે, સ્વમાન અને સન્માન છે...

મેઘાણીએ આ લોકગીતો સંગ્રહિત કરીને બહુ મોટું કામ કર્યું છે... એ બાબતે કહેવાય છે કે લોકગીતોની શોધમાં નીકળેલા મેઘાણાભાઈએ ગામડાં ખૂંદ્યા. ગીતોનું શુદ્ધ ગેય સ્વરૂપ મેળવ્યું એની અંદર જે કાવ્યતત્વ પડ્યું હોવું જોઈએ એ તપાસવા કવિતાની સમજ, કલ્પના અને ચાતુરી પણ વાપરી. એ પછી જે અદભૂત સ્વરૂપ હાથ લાગ્યું, તેને પોતાના સંગ્રહોમાં મૂક્યું. મેઘાણી એમના ‘રઢિયાળી રાત’ પુસ્તકમાં લખે છેઃ ‘રાસ-ગરબો સંઘજીવનની સંપત્તિ છે.’ સૂરીલા સંઘજીવનમાંથી ઊઠતા નૃત્યધ્વનિની કેવી હતી એ રઢિયાળી રાત? આકાશના ચોકમાં પોતાના કોટિ કોટિ તારલારૂપી સહિયરોને લઈને જાણે ચંદારાણી રમવા નીકળી હોય! એટલે જ લોકગીતોનો આ સંગ્રહનું નામ ‘રઢિયાળી રાત’ કેવું રૂડું છે...


#દંપતી
#લગ્ન
#લોકગીત
#મેઘાણી
#ઝવેરચંદમેઘાણી
#સવાબશેરનુંદાંતરડું
#રઢિયાળીરાત
#સ્ત્રી
#સમાજ
#પ્રેમ
#કાનજીની_નાનીનાની_વાતો

show more

Share/Embed