ગોતી દેને ગાવડી મારી રે - અરુણા બેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે)
Nimavat Vasantben Tulsidas Nimavat Vasantben Tulsidas
208K subscribers
145,145 views
1.1K

 Published On Jan 5, 2023

ગોતી દેને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે...
ગોપી તારી ગાવડી આજે રે મારી સંગ નોતી આવી રે...

ગાય ની ડોકે સાકળા અને પાયલિયે નેપુર
સાંજ પડે ઘેર આવતી ત્યારે કરતી મીઠો સુર
ગોતી દેને ગાવડી મારી રે...

ભાકળા હોય કે સાંકળા ગોપી મારે ક્યાં છે ભૂખ
સાચી વાત કરતા ગોપી તને લાગશે દુઃખ
ગોતી દેને ગાવડી મારી રે...

વ્રજ માં વાતો એવી થાય છે રોજ ચરાવતો ઢોર
વ્રજ માં વાતો એવી થાય છે રોજ ખોવાતા ઢોર
હવે ખબર પડી કાનો ઢોર નો છે ચોર
ગોતી દેને ગાવડી મારી રે...

વ્રજ માં મને ચોર કેનારી તું મળી એક બાય
મફત માં તારી ગાયો ચારી નથી લીધી એક પાય
ગોતી દેને ગાવડી મારી રે...

માખણ મીસરી આપતી ત્યારે ચારતો મારી ગાય
નંદ બાવા ને પૂછી જોજે કેટલી કિંમત થાય
ગોતી દેને ગાવડી મારી રે...

ગોપીયું કહે છે કીમત તારી ઘર ઘર માં થાય
ભખું ભાણ ની છોરી સાથે છાણાં વીણવા જાય
ગોતી દેને ગાવડી મારી રે...

માગ્યા ઘર નું ખાવું તારે મિજાજ નો નહિ પાર
આવડો મિજાજ કરશો તો પ્રભુ ખાશો કોક નો માર
ગોતી દેને ગાવડી મારી રે...

આવડી આકરી થામા ગોપી ખાય જાતો હું ગમ
તું મને નો માર તો ગોપી તારા બાપ ના સમ
ગોતી દેને ગાવડી મારી રે...

ગાય શીખે ને સાંભળે તેનો હોજો વ્રજ માં વાસ
ભક્ત મંડળ ના સ્વામી શામળીયા
રાખો ચરણ ની પાસ
ગોતી દેને ગાવડી મારી રે...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#અરુણાબેન
#Arunaben
#Bhavnagar
#ભાવનગર
#Saurashtra
#સૌરાષ્ટ્ર

show more

Share/Embed