કબડ્ડી સ્પર્ધામાં ગુજરાત યુનિવર્સિટીમા વિરમગામની DCM આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની ટીમ ચેમ્પિયન બની
CMM BHARAT - VANDNA NILKANTH VASUKIYA JOURNALIST CMM BHARAT - VANDNA NILKANTH VASUKIYA JOURNALIST
4.05K subscribers
170 views
20

 Published On Oct 7, 2024

કબડ્ડી સ્પર્ધામાં ગુજરાત યુનિવર્સિટીમા સતત બીજા વર્ષે વિરમગામની ડી.સી.એમ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની ટીમ ચેમ્પિયન બની

આગામી 19/10/24 થી 23/10/24 દરમિયાન 3 વિધાર્થીઓ જુનજુનુ(રાજસ્થાન ) મુકામે ગુજરાત યુનિવર્સિટીનુ પ્રતિનિધિત્વ કરશે

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ગુજરાત યુનિવર્સિટી વર્ષ 2024-25 ની ભાઈઓની કબડ્ડી સ્પર્ધામા કુલ 44 ટીમોએ ભાગ લીધો હતો વરસાદ ના કારણે અધુરી રહેલી સ્પર્ધા તારીખ 05/10/24ને શનિવારે રમાઇ હતી જેમાં દેસાઈ સી.એમ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિરમગામ પોતાના પુલની ટીમોને માત આપીને ફાઈનલમાં પહોચી હતી. જ્યારે સામે સમર્પણ આર્ટસ કોલેજ ગાંધીનગર પણ એમના પુલમા અન્ય ટીમોને માત આપીને ફાઈનલમા પ્રવેશી હતી. વિરમગામ કોલેજ અને સમર્પણ કોલેજ વચ્ચે હાઈ વૉલ્ટેજ કહી શકાય એવી ખુબજ તંદુરસ્ત સ્પર્ધા રહી હતી. છેલ્લી રેડ સુધી નક્કી નોતુ કરી શકાયુ કે ચેમ્પિયન કોણ બનશે એમ પણ સમર્પણ કોલેજ ની લાસ્ટ રેડમા વિરમગામ કોલેજના ડિફેન્ડરોએ  જબરદસ્ત ટેકલ કરી 1 પોઈન્ટ થી વિજય બની હતી. ગુજરાત યુનિવર્સિટીમા સતત બીજા વર્ષે દેસાઈ સી.એમ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ચેમ્પિયન બની વિરમગામ કોલેજ તેમજ વિરમગામ પંથકનું ગૌરવ વધાર્યુ હતુ. આગામી 19 /10/24 થી 23/10/24 દરમિયાન 3 વિધાર્થીઓ જુનજુનુ(રાજસ્થાન ) મુકામે ગુજરાત યુનિવર્સિટીનુ પ્રતિનિધિત્વ કરશે. વિરમગામ કોલેજ પરિવાર અને મંડળે વિધાર્થીઓ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

show more

Share/Embed