ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે...ll કીર્તન નીચે લખેલ છે..ll જયશ્રીબેન બાળધા ll
શ્રી હરિ  Satsang શ્રી હરિ Satsang
46.3K subscribers
69,659 views
502

 Published On Jun 28, 2023

ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
મુખ થી બોલ્યા ૐ ગુરુદેવ,
ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
ગુરુજી મીઠી મધુરી વાણી બોલતા રે,
મુખ થી બોલ્યા ૐ ગુરુદેવ,
ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
ગુરુજીએ પ્રેમના પાઠ મંગાવ્યા રે,
ઝળહળ જ્યોતિ નો પ્રકાશ,
ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
ગુરુજીએ પાયા પિયાલા અમને પ્રેમ ના રે,
આવ્યા અમી રસના ઓડકાર,
ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
ગુરુજી આનંદનો નાદ સુણાવ્યો રે,
ગુરુજીએ કાનમાં કીધી મને વાત,
ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
ગુરુજીએ મહામંત્ર અમને આપીયો રે,
કાય મેં મેલ્યો મારા રુદિયા વચાળ,
ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
મુખ થી બોલ્યા ૐ ગુરુદેવ,
ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
મોતી પડ્યું છે મેદાન મા રે ,
સુગરા હશે તે મોતીડુ મુલવશે રે,
ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
મોગરા દૂર દૂર ભાગી જાય,
ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
મુખ થી બોલ્યા ઓમ ગુરુદેવ,
ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
હંસલો સાચા મોતી નો ચારો ચરે રે,
બગલો કાદવ દોલવા જાય,
ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
બગલાને સારી શિખામણ શું કરે રે,
નિત નિત સીપલા વીણવા જાય,
ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
મુખ થી બોલ્યા છે ઓમ ગુરુદેવ,
ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
ગુરુજીના પ્રતાપે બાય મીરા બોલ્યા રે,
દે જો અમને સંત ચરણમાં વાસ,
ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
મુખ થી બોલ્યા છે ઓમ ગુરુદેવ,
ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,

show more

Share/Embed