Geet kankanvanta hath by Vijay Rajyaguru
Vijay Rajyaguru Vijay Rajyaguru
64 subscribers
96 views
14

 Published On May 13, 2024

યુદ્ધપ્રિય સૈનિકની પત્નીનું ગીત : વિજય રાજ્યગુરુ

સપનામાં સિંદૂર ગયું રોળાઈ બાઈજી
કંકણવંતા હાથ ગયા ઢોળાઈ બાઈજી

પવનવેગથી ધસી જનારી સાંઢણિયું દોડાવો
રણઘેલા સાજણને પાછો લાવો, પાછો લાવો!
પિયુજીની ભાળ કઢાવો... પિયુજીની ભાળ કઢાવો...

સુન્ન ઓરડે ડગમગ દીવો, ડગમગ જમણી આંખ
અંધારા વગડાઉઁ વછૂટ્યાં, ફડફડ ફફડી પાંખ
આંખ્યમાં અજંપાનો આવરો ને જાવરો
કહો કેમ પારવવો કંંટો ઉજાગરો?

પરણ્યાનું ઓહાણ ગયું ડોળાઈ બાઈજી
કંકણવંતા હાથ ગયા ઢોળાઈ બાઈજી

આંખે બારણે ઉભી બંને કાન પાદરે ભાગ્યા
અણજાણી ઘોડીની હાવળના પડછંદા ગાજ્યા
પિયુજી ન પાછા આવ્યા... પિયુજી ન પાછા આવ્યા...

ના હાવળ, ના હણહણ, ફળિયે ખાલીપો ઉભરાય
રોજ ઢોલિયો ઢાળું એની ચાદર ના ચોળાય
ગાર્ય ખોતરે છે મારા પગની આંગળિયું
ડૂસકે ચડ્યું છે આખું ઘર, આખું ફળિયું

ભણકારાની વચ્ચે રગદોળાઈ બાઈજી
સપનામાં સિંદૂર ગયું રોળાઈ બાઈજી

ઈ.સ. 2000 માં પ્રકાશિત 'ચાલ, પલળીએ!' ગીતસંગ્રહમાંથી

show more

Share/Embed